શાહી નિવાસોમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ

Monday 12th December 2016 10:27 EST
 

લંડનઃ વિન્ડસર કેસલ, સેન્ટ જેમ્સ પેલેસ, કેન્સિંગ્ટન પેલેસ અને પેલેસ ઓફ હોલીરુડહાઉસ સહિત તમામ શાહી નિવાસોમાં ધૂમ્રપાન પર પ્રતિબંધની જાહેરાત બકિંગહામ પેલેસ દ્વારા કરવામાં આવી છે. જોકે, છ મહિના સુધી ઈ-સિગારેટનો ઉપયોગ કરી શકાશે, જે મે ૨૨થી સંપૂર્ણ બંધ કરાશે.

અત્યાર સુધી શાહી નિવાસોના ચોક્કસ એરિયામાં ધૂમ્રપાન કરી શકાતું હતું. આ પ્રતિબંધથી કેટલા સ્મોકર્સને અસર થશે તે કહી શકાતું નથી. જોકે, ધૂમ્રપાનના શોખીન પ્રિન્સ હેરીને અવશ્ય તકલીફ થશે. પ્રિન્સ ચાર્લ્સ સ્મોકિંગના પ્રખર વિરોધી છે પરંતુ, કેમિલાને સ્મોકિંગનો શોખ હતો, જે તેમણે ૧૫ વર્ષથી છોડી દીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter