શિખ જ્યુરીને કિરપાણ સાથે કોર્ટમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરાયો

Tuesday 31st October 2023 13:02 EDT
 
 

લંડનઃ બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં એક શિખને કિરપાણ ધારણ કરવાના લીધે જ્યુરી સેવામાં હાજરી આપતાં અટકાવાયા હતા. શિખ સમુદાયમાં કિરપાણ ધાર્મિક મહત્વ ધરાવે છે. જતિન્દર સિંહે જણાવ્યું હતું કે, મને કોર્ટમાં જ્યુરી સેવા માટે આમંત્રિત કરાયો હતો પરંતુ મારી પાસે કિરપાણ હોવાના કારણે સુરક્ષા અધિકારીએ મને કોર્ટમાં પ્રવેશવાની પરવાનગી આપી નહોતી. તેમણે જણાવ્યું હતું કે, સવારના સેશનમાં મને અન્ય સુરક્ષા અધિકારીએ કોઇપણ પ્રકારની રોકટોક વિના કોર્ટમાં જવાની પરવાનગી આપી હતી પરંતુ લંચ બાદના સેશનમાં આવેલા અન્ય અધિકારીએ મને પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter