શિખ પરિવાર સાથે સૈનિકોના રંગભેદી વલણ સામે સરકારનું ભેદી મૌન

Wednesday 18th January 2023 06:47 EST
 
 

લંડન

એક શિખ પરિવારે વિન્ડસર કેસલ ખાતે બે સૈનિકો દ્વારા વંશીય ભેદભાવ કરાયાનો આરોપ મૂકતાં કાયદાકીય પગલાં લેવાની ચેતવણી આપી છે. 36 વર્ષીય રપિન્દર કૌરે જણાવ્યું હતું કે, હું, મારા પતિ અને બે વર્ષીય બાળક વિન્ડસર કેસલની મુલાકાતે ગયા તે સમયે બે સૈનિકો દ્વારા અમારી સાથે અણછાજતું વર્તન કરાયું હતું.

રપિન્દર કૌરે જણાવ્યું હતું કે, અમે કેસલની દિવાલને સમાંતર ચાલી રહ્યાં હતાં ત્યારે પેલેસની વિન્ડોમાં ઊભેલા બે સૈનિકોએ અમારી સામે અયોગ્ય ઇશારા કર્યા હતા અને અમને મિડલ ફિંગર બતાવીને અમારી મજાક ઉડાવી હતી. પરિવારે રોયલ કલેક્શન ટ્રસ્ટ અને સંરક્ષણ મંત્રાલયને આ અંગે ફરિયાદ કરી હતી. આ મામલાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં તેમાં કોઇ પગલાં લેવાયાં નથી. એક ટોચના લેફ્ટનન્ટ દ્વારા માફી માગતો ઇમેલ અને આ સૈનિકોને ફ્રેશર ટ્રેનિંગ આપવાના નિર્દેશ સિવાય અન્ય કોઇ કાર્યવાહી કરાઇ નથી.

સરકારના લીગલ ડિપોર્ટમેન્ટ સાથે પત્રવ્યવહાર અને વકીલો દ્વારા નોટિસો છતાં આ પરિવારને ન્યાય મળ્યો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter