લંડનઃ સાઉથ ઇંગ્લેન્ડમાં શિખ સમુદાય દ્વારા એક લગ્ન માટે એકત્ર કરાયેલ ભંડોળની ઉચાપતના કાવતરા માટે ભારતીય મૂળની માતા અને દીકરાને 4 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. સાઉધમ્પ્ટનમાં રહેતા 41 વર્ષીય કલવંત કૌર અને તેના 22 વર્ષીય દીકરા જંગ સિંહ લખનપાલ પર ચોરીનો આરોપ મૂકાયો હતો અને ઓક્ટોબર 2023માં તેમણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. સાઉધમ્પ્ટન ક્રાઉન કોર્ટે કલવંત કૌરને 15 મહિના અને લખનપાલને 30 મહિનાની કેદની સજા ફટકારી હતી. કલવંત અને લખનપાલે શિખ સમુદાયના લોકોને મદદ કરવા માટે એકઠા કરાયેલા ભંડોળમાંથી મોટી રકમની ઉચાપત કરી હતી.

