લંડન
દેશમાં પ્રવર્તતી ગેસ અને વીજળીની અછતના કારણે શિયાળામાં અંધારપટ ટાળવા માટે લોકોને ઘરોમાં થર્મોસ્ટેટ અને લાઇટો બંધ રાખવાની સૂચના અપાઇ શકે છે. યુરોપના ઘણા દેશોએ તેના નાગરિકોને વીજળીનો વપરાશ ઘટાડી દેવાની સૂચના જારી કરી છે. બ્રિટનની સરકાર પણ શિયાળામાં થર્મોસ્ટેટ અને લાઇટોના વપરાશ પર રેશનિંગ લાદે તેવી સભાવના છે. જનતાને આ માટે રેડિયો, સોશિયલ મીડિયા, ટીવી તેમજ પોસ્ટરોના માધ્યમથી અપીલો કરાશે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ બાદ બ્રિટન અને યુરોપમાં ગેસનો સપ્લાય ઘટી ગયો છે.

