શિલાન શાહ એક્ઝિઓમ સ્ટોનમાં જોડાતા પ્રોપર્ટી ટીમ વધુ શસક્ત

Wednesday 07th October 2020 06:23 EDT
 
 

લંડનઃ કેપિટલમાં સૌથી ઝડપી વિકાસ કરી રહેલી લો ફર્મ્સમાં એક એક્ઝિઓમ સ્ટોન સોલિસિટર્સ ઉચ્ચસ્તરીય નિમણૂકો સાથે વધુ મજબૂત બની છે. ફૂલ સર્વિસ બિઝનેસ એક્ઝિઓમ સ્ટોન સોલિસિટર્સ મેફેર, એજવેર અને બર્મિંગહામમાં ઓફિસીસ ધરાવે છે. હેરોસ્થિત એવરેટ્સ સોલિસિટર્સના સ્થાપક શિલાન શાહ એક્ઝિઓમ સ્ટોનના પાર્ટનર તરીકે જોડાતા તેનું કામકાજ પણ સંભાળશે.

શિલાન શાહ કોમર્શિયલ અને પર્સનલ કાનૂની બાબતો અને વ્યવહારોના વિશાળ ફલકમાં કોર્પોરેટ અને પ્રાઈવેટ ક્લાયન્ટ્સને મદદ કરવાનો ૩૫થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ અતિ જટિલ કોમર્શિયલ લિટિગેશન્સ અને મોટા પાયા પરના કોમર્શિયલ પ્રોપર્ટી વ્યવહારોમાં તેમના સઘન કાનૂની કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

એક્ઝિઓમ સ્ટોનના મેનેજિંગ પાર્ટનર પ્રજ્ઞેશ મોઢવાડિઆ કહે છે કે,‘ શિલાન અમારી સાથે જોડાય છે તેનો અમને આનંદ છે. તેમના જ્ઞાનનો ભંડાર તેમના કોમર્શિયલ ક્લાયન્ટ્સ માટે મહાન સંપત્તિ છે. તેમનો અનુભવ ક્લાયન્ટ્સને વિવાદોમાંથી અસરકારક રીતે બહાર લાવવામાં મદદ કરે છે તેમજ તેમને ઓછામાં ઓછાં જોખમનો સામનો કરવાનો રહે છે.’

એક્ઝિઓમ સ્ટોનને વધુ મજબૂત બનાવતા પગલાંમાં વોલ્ટેર વિલ્સન રિચમોન્ડ સોલિસિટર્સ (WWR) ખાતેના વિક્રમ માણેક (પ્રિન્સિપાલ) પણ કન્સલ્ટન્ટ તરીકે એક્ઝિઓમ સ્ટોન સાથે જોડાઈ રહ્યા છે. તેઓ રિયલ એસ્ટેટ લો સહિત સંખ્યાબંધ ક્ષેત્રોમાં વ્યાપક અનુભવ ધરાવે છે. આ ઉપરાંત, તેમના WWRના સાથી બિના ધા પણ આસિસ્ટન્ટ સોલિસિટર તરીકે જોડાયાં છે. આ નિમણૂકો સાથે રિયલ એસ્ટેટ ટીમ વધુ સશક્ત બની છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter