શિવાજી મહારાજના વાઘ નખ ભારતને પરત કરવા બ્રિટન સંમત

વર્ષાંત સુધીમાં વાઘ નખ ભારતને સોંપી દેવાય તેવી સંભાવના

Tuesday 12th September 2023 12:20 EDT
 
 

લંડનઃ 1659માં બિજાપુર સલ્તનતના સેનાપતિ અફઝલખાનની હત્યા માટે છત્રપતિ શિવાજી મહારાજે ઉપયોગમાં લીધેલા વાઘ નખ ભારતને પરત કરવા યુકેના સત્તાવાળા સહમત થયાં છે. હાલમાં આ વાઘ નખ વિક્ટોરિયા એન્ડ આર્લ્બર્ટ મ્યુઝિયમમાં પ્રદર્શનમાં મૂકાયેલા છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી સુધીર મુંગટીવાર લંડનની મુલાકાત દરમિયાન મ્યુઝિયમ સાથે આ મુદ્દે કરાર કરશે.

મુંગટીવારે જણાવ્યું હતું કે, જો યોજનાબદ્ધ રીતે કામ આગળ વધશે તો આ વર્ષે જ વાઘ નખ ભારત પહોંચી જશે. અમને યુકેના સત્તાવાળા તરફથી પાઠવાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખ પરત કરવા તૈયાર છે. સંભાવના છે કે હિન્દુ કેલેન્ડર પ્રમાણે શિવાજી મહારાજે જે દિવસે અફઝલ ખાનની હત્યા કરી તે જ દિવસે ભારતને આ વાઘ નખ સોંપી દેવામાં આવે. વાઘ નખને ભારત પરત લાવવા માટેની વ્યવસ્થાની પણ તૈયારી ચાલી રહી છે. અમે બ્રિટિશ મ્યુઝિયમમાં રહેલી શિવાજી મહારાજની જગદમ્બા તલવાર સહિતની ઐતિહાસિક વસ્તુઓ પરત લાવવા પ્રયાસ કરી રહ્યાં છીએ.

તેમણે જણાવ્યું હતું કે, શિવાજી મહારાજના વાઘ નખ અમૂલ્ય ઐતિહાસિક વારસો છે અને મહારાષ્ટ્રની જનતાની લાગણીઓ તેની સાથે સંકળાયેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter