લંડન- મોગલોને ધૂળ ચટાવનારા મરાઠા રાજા શિવાજીની તલવાર જગદમ્બા અને વાઘનખ હાલ યુકેના મ્યુઝિયમમાં સંગ્રહિત કરાઇ છે. મહારાજ શિવાજીની તાજપોશીની 350મી જયંતિની ઉજવણી નિમિત્તે આ તલવાર અને વાઘનખને એક વર્ષ માટે યુકેથી મહારાષ્ટ્ર લઇ જવામાં આવશે. હીરા-માણેક જડિત મહારાજ શિવાજીની આ તલવાર તત્કાલિન પ્રિન્સ ઓફ વેલ્સ અને પાછળથી યુકેની ગાદી પર બિરાજમાન થયેલા કિંગ એડવર્ડ સાતમાને 1875-76માં ભારતની મુલાકાત વખતે ભેટ અપાઇ હતી.

