લંડનઃ બ્રિટનમાં હવે શીખો પર વર્કપ્લેસમાં પાઘડી પહેરવા સામે કોઈ પ્રતિબંધ નહિ રહે. શીખોએ માત્ર બાંધકામના સ્થળોએ જ સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાની રહેશે. નવો કાયદો અમલી થતા તેમની સામે કામના સ્થળે પાઘડી પહેરવા મુદ્દે શિસ્તભંગની કાર્યવાહી કરી નહિ શકાય. બ્રિટિશ વ્યવસાયી કાયદામાં પરિવર્તન કરવા માટે કેટલાક જૂથો વર્ષોથી પ્રયાસ કરતા હતા.
અગાઉ, શીખોને બાંધકામની સાઈટ પર કામ સહિત ભારે જોખમી કાર્યોમાં માથાની સલામતી માટે પાઘડી પહેરવાની છૂટ હતી. આ સિવાયના સરળ કામોમાં ફરજરત શીખોને કામના સ્થળે પાઘડી પહેરવાની છૂટ નહોતી. એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે શીખ સમાજના મહેનતુ સ્વભાવી પ્રશંસા કરતા કહ્યું હતું કે હું એવી સરકારનો હિસ્સો છું જે બુદ્ધિમાન, મહત્ત્વાકાંક્ષી અને મહેનતુ લોકોને માનની દ્રષ્ટિએ નિહાળે છે. તમે ભલે ગમે તે સમુદાયનો હો, જો તમે આકરી મહેનત કરતા હો, તો સરકાર તમારી સાથે છે.


