શીખોના વિરોધના કારણે 1984ના રમખાણો અંગેનો ઠરાવ સ્લાઉ કાઉન્સિલમાં પડતો મૂકાયો

સાબિયા અકરમ દ્વારા રજૂ કરાયેલા ઠરાવને કાઉન્સિલ લીડર સ્મિથે ફગાવી દીધો

Tuesday 30th July 2024 11:51 EDT
 
 

લંડનઃ સ્લાઉ બરો કાઉન્સિલમાં ભારતમાં 1984માં થયેલા શીખ વિરોધી રમખાણોની 40મી વરસી નિમિત્તે રમખાણોને વખોડી કાઢવા અને તાજેતરમાં વિદેશની ધરતી પર શીખ એક્ટિવિસ્ટોની હત્યાને વખોડી કાઢતા ઠરાવને છેલ્લી ઘડીએ પડતો મૂકાતાં ઉગ્ર વિરોધ કરાયો હતો.

કન્ઝર્વેટિવ પાર્ટીના કાઉન્સિલ લીડર ડેક્સટર સ્મિથ દ્વારા ઠરાવને પડકાર અપાયા બાદ તેને પડતો મૂકાયો હતો. ગાઝામાં યુદ્ધ સંબંધિત મુદ્દાઓ પર લેબર પાર્ટી સાથે છેડો ફાડનાર કાઉન્સિલર સાબિયા અકરમ દ્વારા આ ઠરાવ રજૂ કરાયો હતો. સ્મિથે જણાવ્યું હતું કે, સ્લાઉમાં રહેતા 57 શીખ રહેવાસીઓ દ્વારા મને આ ઠરાવ વિરુદ્ધ અરજી પ્રાપ્ત થઇ હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે આ પ્રકારના વિભાજિત કરતા ઠરાવના કારણે શીખો વિરુદ્ધ ખોટી લાગણી ફેલાશે અને અમે ઠરાવની ભાષાને પણ વખોડી કાઢીએ છીએ.

અકરમ દ્વારા રજૂ કરાયેલા ઠરાવમાં 1984ના શીખ વિરોધી રમખાણોમાં માર્યા ગયેલા પીડિતોને ન્યાય માટે યુકેની સરકાર માગ કરે તેવી અપીલ કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter