લંડનઃ કિંગ ચાર્લ્સને કેન્સર હોવાનું નિદાન થયું છે ત્યારે 16મી સદીના ભવિષ્યવક્તા નોસ્ત્રાદેમસ દ્વારા કરાયેલી ભવિષ્યવાણી ફરી ચર્ચામાં આવી ગઇ છે. ઇ.સ. 1555માં ધ પ્રોફેસિસમાં નોસ્ત્રાદેમસે ભવિષ્યવાણી કરી હતી કે કિંગ ગાદીનો ત્યાગ કરશે અને પ્રિન્સ હેરી રાજગાદી પર બિરાજમાન થશે. નોસ્ત્રાદેમસે આગાહી કરી હતી કે કિંગને બળપુર્વક ગાદી પરથી હટાવી દેવાશે અને એવી વ્યક્તિ રાજગાદી પર બિરાજશે જે સીધો વારસ નથી.
નોસ્ત્રાદેમસ ધ કમ્પ્લિટ પ્રોફેસિસ ઓફ ફ્યુચરના બ્રિટિશ લેખક મારિયો રિડીંગ કહે છે કે જનતા જ કિંગ ઓફ આઇલેન્ડને હટાવી દેશે અને તેના સ્થાને એવી વ્યક્તિ ગાદી પર બિરાજશે જેના માટે કોઇએ કલ્પના પણ ન કરી હોય.
બ્રિટિશ રાજવીઓ માટે નોસ્ત્રાદેમસે કરેલી ઘણી આગાહી સાચી પડી છે. 2022માં ક્વીન એલિઝાબેથનું નિધન થશે તેવી આગાહી પણ સાચી પડી હતી.


