શેખ હસીના યુકે અથવા યુરોપીયન દેશમાં રાજ્યાશ્રય લે તેવી સંભાવના

Tuesday 06th August 2024 13:53 EDT
 
 

લંડનઃ ઉગ્ર જનઆંદોલન અને હિંસાને પગલે સત્તાનો ત્યાગ કરી દેશ છોડીને નાસી છૂટેલા બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના સોમવારે ભારતના ગાઝિયાબાદ સ્થિત હિન્ડન એરબેઝ પર પહોંચ્યા હતાં. અખબારી દાવા અનુસાર શેખ હસીનાએ યુકેમાં રાજ્યાશ્રય માટે વિનંતી કરી છે. ભારત સરકારે શેખ હસીનાને યુકેમાં રાજ્યાશ્રયની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી દિલ્હીમાં રહેવાની પરવાનગી આપી છે. જોકે બ્રિટને જણાવ્યું છે કે અમારા ઇમિગ્રેશન કાયદામાં હંગામી રાજ્યાશ્રયની કોઇ જોગવાઇ નથી. બ્રિટનના આ વલણના કારણે શેખ હસીના યુરોપના કોઇ દેશમાં રાજ્યાશ્રય માટે અપીલ કરે તેવી પણ અટકળો ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter