લંડનઃ શેતાની તાકાતોથી મુક્તિ માટે મદદ કરવા ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ અને પાદરીઓ સમક્ષ ધા નાખતા લોકોની સંખ્યામાં ઉત્તરોતર વધી રહી છે. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની ડિલિવરન્સ મિનિસ્ટ્રીના નેશનલ ઓફિસર ડો. એન રિચર્ડ્સ અને રાઇટ રેવ ડોમનિક જે લોકોને એમ લાગતું હોય કે શેતાની તાકાતો તેમના જીવનમાં કામ કરી રહી છે તેમને મદદ કરવા પાદરીઓને તાલીમ આપે છે.
ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ દ્વારા કરાતું આ અત્યંત સંવેદનશીલ કામ છે. ચર્ચની દરેક ડાયોસિસની ડિલિવરન્સ ટીમમાં 3થી 7 સભ્યો કામ કરે છે. તેમનું કહેવું છે કે લોકોની કલ્પના કરતાં શેતાની તાકાતોની વાસ્તવિકતા ઘણી અલગ છે.
થોડા સમય પહેલાં નોર્ફ્લોકના એનએચએસ ચેપ્લિને ચર્ચની સલાહ માગી હતી. તેમના જણાવ્યા અનુસાર હોસ્પાઇસમાં કોઇ વ્યક્તિએ એક બાળક લાલ રંગના કપડાં પહેરેલું દેખાતું હોવાની ફરિયાદ કરી હતી.
રિચર્ડ્સ કહે છેકે આ પ્રકારની મદદ માગનારાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે પરંતુ તેની સાથે વ્યક્તિમાંથી આત્મા દૂર કરવાને કોઇ લેવાદેવા નથી. કોરોના મહામારી પછી આ પ્રકારના કેસોમાં વધારો થઇ રહ્યો છે જેમાં લોકો પોતાના પ્રિયજનનો અવાજ સાંભળવાની વાત કરે છે.

