લંડનઃ શેફિલ્ડના નિલેન્દુ દાસને રોગ લેન્ડલોર્ડ ડેટાબેઝમાં સામેલ કરી તેના પર 10 વર્ષ માટે સંપત્તિ ભાડે આપવા પર પ્રતિબંધ લદાયો છે. વારંવાર ભયજનક સંપત્તિઓ ભાડે આપવાના કારણે કાર્ટર નોલ એવન્યુમાં રહેતા દાસ પર આ પ્રતિબંધ લદાયો છે. શેફિલ્ડ સિટી કાઉન્સિલે પ્રથમવાર આ પ્રકારનો પ્રતિબંધ લાદ્યો છે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે આટલી ભયજનક સંપત્તિઓ અમે ક્યારેય જોઇ નથી.

