લંડનઃ બ્રિટનની સૌથી મોટી દક્ષિણ ભારતીય ડાન્સ સ્કૂલો પૈકીની એક શેશા નાટ્ય નિકેતનનો વાયકોમ્બના ક્રેસેક્સ કોમ્યુનિટી સેન્ટર ખાતે જૂન મહિનાના અંતમાં વા4ષિક સમારોહ યોજાયો હતો. આ નાટ્ય અકાદમીમાં પાંચથી 23 વર્ષના બાળકો અને યુવા ભારતીય સંસ્કૃતિના પાઠ ભણે છે. વાર્ષિક સમારોહમાં જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય લોકનૃત્યો પ્રદર્શિત કરાયાં હતાં. તામિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં ગીતોનો રસથાળ પીરસાયો હતો.


