શૈલેશ વારાની નોર્ધર્ન આયર્લેન્ડના વિદેશપ્રધાન કોવેને સાથે વાતચીત

ભારતવંશી શૈલેશ વારાની નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરીપદે બીજી વખત નિયુક્તિ

Wednesday 27th July 2022 03:13 EDT
 
 

લંડનઃ ભારતીય મૂળના કન્ઝર્વેટિવ સાંસદ શૈલેશ લક્ષ્મણ ભાઈ વારાની નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરીપદે બીજી વખત નિયુક્તિ કરવામાં આવી છે. તેમણે હોદ્દો સંભાળ્યા પછી નોર્ધર્ન આયર્લેન્ડના વિદેશપ્રધાન સિમોન કોવેને સાથે મિત્રતાપૂર્ણ વાતચીત પણ કરી હતી.

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સામે વિરોધ દર્શાવવા સંખ્યાબંધ કેબિનેટ મિનિસ્ટર્સે આપેલા રાજીનામામાં નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી બ્રાન્ડોન લૂઈનો પણ સમાવેશ થયો હતો. જ્હોન્સને લૂઈના સ્થાને શૈલેશ વારાની નિમણૂક કરી હતી. આ સ્થાને તેમની બીજી વખત નિમણૂક કરાઈ છે. તેમણે 2018માં પણ મિનિસ્ટર ઓફ સ્ટેટ તરીકે આ હોદ્દો સંભાળ્યો હતો. જ્હોન્સને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદેથી રાજીનામું આપ્યું ત્યારે 61 વર્ષીય વારાએ તેમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે બોરિસે યોગ્ય નિર્ણય લીધો છે.

શૈલેશ વારાએ નોર્ધર્ન આયર્લેન્ડના ફોરેન એફેર્સ મિનિસ્ટર સિમોન કોવેનને ફોન કરી તેમની સાથે ઉષ્માસભર અને મિત્રતાપૂર્ણ વાતચીત કરી હતી. બંને નેતાઓ સ્ટોર્મોન્ટ સરકાર વહેલી તકે કાર્યરત થાય તે મુદ્દે અને વેળાસર રૂબરૂ મુલાકાત માટે સંમત થયા હતા. સેક્રેટરી વારાએ એસેમ્બલીના પુનર્સ્થાપન અને સત્તામાં સહયોગના મુદ્દાઓ તેમની પ્રાથમિકતા હોવાનું સ્પષ્ટ કર્યું હતું. સત્તાના સહયોગી વહીવટમાંથી DUP પાર્ટી બહાર નીકળી ગયા પછી થોડા મહિનાઓથી એસેમ્બલી કામ કરી શકી નથી. સેક્રેટરી વારાએ સ્ટોર્મોન્ટ પાર્ટીઓના નેતાઓ સાથે પણ વાત કરી હતી. સિન ફિનના સ્ટોર્મોન્ટ નેતા મિશેલ ઓ‘નીલે સેક્રેટરી વારાને સત્તાના ગઠબંધન મુદ્દે રચનાત્મક કામગીરી કરવા જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter