લંડનઃ એર ઇન્ડિયા ક્રેશમાં માતા શોભના અને પિતા અશોક પટેલને ગુમાવનાર મિતેન પટેલે આરોપ મૂક્યો છે કે અમદાવાદથી મોકલાયેલા મારી માતાના કોફિન બોક્સમાં અન્ય મૃતદેહના પણ અવશેષ હતાં. અશોક અને શોભના પટેલ તેમના પુત્રો અને પૌત્રોની મુલાકાતે બ્રિટન આવી રહ્યાં હતાં. મિતેન પટેલે જણાવ્યું હતું કે, અન્ય મૃતદેહના અવશેષ અત્યંત વિચલિત કરનારા હતા. યુકેમાં સાચા મૃતદેહ મોકલવા માટેની કોઇ જવાબદારી હોવી જોઇએ કે નહીં. મને કેવી રીતે ખબર પડતી કે મારી માતાના કોફિનમાં અન્ય મૃતદેહના અવશેષ છે.
અમને અમારા પરિજનોના મતૃદેહ જોવાની પરવાનગી જ નહોતીઃ અલતાફ તાજુ
બ્લેકબર્નના અલતાફ તાજુના પિતા આદમ, માતા હસિના અને બ્રધર ઇન લો અલતાફહુસેન પટેલ કમભાગી પ્લેન ક્રેશના ભોગ બન્યાં હતાં. તાજુ કહે છે કે અમને અમદાવાદમાં મૃતદેહ સોંપાયા ત્યારે અમને મૃતદેહો જોવાની પરવાનગી અપાઇ નહોતી. અમને ફક્ત એટલું કહેવાયું હતું કે આ તમારા માતા અને આ તમારા પિતા છે. તેમણે અમને આઇડી નંબર સાથે પેપર લેબલ આપ્યા હતા. અમારે તેમની વાત માની લેવી પડી હતી. આવું બની શકે તેની કલ્પના પણ ભયાનક છે પણ હવે શું કરી શકાય. તાજુના પરિવારજનોની અંતિમ ક્રિયા ભારતમાં જ કરી દેવાઇ હતી.


