લંડનઃ આગામી મે મહિનામાં યોજાનારી લંડનના મેયરની ચૂંટણી રસપ્રદ અને બહુકોણીય બની રહી છે. વધુ બે નવા ઉમેદવારે મેયરપદની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરતાં કુલ ઉમેદવારોની સંખ્યા 12 પર પહોંચી છે. હવે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના એમી ગાલાઘેર અને અપક્ષ ઉમેદવાર શ્યામ બત્રાએ ચૂંટણીમાં ઉમેદવારીની જાહેરાત કરી છે. શ્યામ બત્રા ફાઇનાન્સ અને પ્રોપર્ટી બ્રોકર છે. અપક્ષ ઉમેદવારી કરી રહેલા શ્યામ બત્રાએ જણાવ્યું હતું કે, તેઓ લંડનમાં રહેલી ખામીઓ સુધારવા અને જનતાના અવાજને વાચા આપવા માગે છે. જો હું ચૂંટાઇ આવીશ તો ઉલેઝ નાબૂદ કરીશ તેમજ 20 માઇલ પ્રતિ કલાકની ઝડપ મર્યાદા પણ હટાવી લઇશ. મારે લંડનમાં કાર ચલાવવા માટે ઉલેઝ ચાર્જ ચૂકવવો પડે છે. મારા જ શહેરમાં કાર ચલાવવા માટે મારે ચાર્જ ચૂકવવાનો ન હોય.

