શ્યોર સ્ટાર્ટ હેલ્થ સર્વિસીસ પુનઃ શરૂ કરાશે

આગામી બે વર્ષમાં 1,000 ફેમિલી હબ સુધી પહોંચશે સેવાઓ

Tuesday 06th October 2026 10:15 EDT
 
 

લંડનઃ હેલ્થ એન્ડ સોશિયલ કેર સેક્રેટરી કૂપરે આગામી બે વર્ષમાં શ્યોર સ્ટાર્ટ સેવાઓનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી છે. લેબર કોન્ફરન્સને સંબોધતા કૂપરે જણાવ્યું હતું કે શ્યોર સ્ટાર્ટ લેબર પાર્ટીની સૌથી મોટી સિદ્ધિઓ પૈકીની એક રહી છે. અમે આગામી બે વર્ષમાં 1,000 જેટલા ફેમિલી હબ સુધી પહોંચીને દરેક ફેમિલી સેન્ટરમાં શ્યોર સ્ટાર્ટ હેલ્થ સર્વિસીસ પુનઃ શરૂ કરીશું.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1998માં તત્કાલીન ટોની બ્લેર સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં કૂપર પોતે હેલ્થ સેક્રેટરી હતા. ત્યારબાદ 2010માં સત્તા પર આવેલી કન્ઝર્વેટિવ-લિબ ડેમ ગઠબંધન સરકાર દ્વારા આ સેવાઓ ધીમે ધીમે બંધ કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter