શ્રુસબરીમાં ઔરમાનસિંહની હત્યા માટે ચાર દોષી

પાંચમો આરોપી મેનસ્લોટરના આરોપસર દોષી

Tuesday 02nd April 2024 12:32 EDT
 

લંડનઃ શ્રુસબરીમાં ઓગસ્ટ 2023માં ડીપીડીમાં ડિલિવરી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા 23 વર્ષીય ઔરમાનસિંહની હત્યા માટે ચાર આરોપીને દોષી ઠેરવાયાં છે. સ્ટેફોર્ડ ક્રાઉન કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સાક્ષીઓએ આ ચારે વ્યક્તિએ ઔરમાનસિંહની કેવી રીતે હત્યા કરી તેની જુબાની આપ્યા બાદ તેમને હત્યા માટે દોષી ઠેરવાયા હતા. પાંચમા આરોપીને હત્યાના આરોપમાંથી મુક્ત કરાયો હતો પરંતુ તેને મેનસ્લોટર માટે દોષી માનવામાં આવ્યો હતો. કોર્ટે ડડલીના અર્શદીપસિંહ, જગદીપસિંહ, સ્મેથવિકના શિવદીપસિંહ અને મનજોતસિંહને હત્યા માટે જ્યારે સુખમનદીપસિંહને મેનસ્લોટર માટે દોષી ઠેરવ્યાં હતાં. આ ચારે દોષીઓએ કુહાડી, ગોલ્ફ ક્લબ, લાકડાના દંડા, લોખંડના સળિયા, હોકી સ્ટિક, પાવડા, ક્રિકેટ બેટ અને ચાકૂ વડે ઔરમાનસિંહ પર હુમલો કર્યો હતો. હવે પછી તેમની સજાની જાહેરાત કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter