લંડનઃ રોયલ મેઇલે ચેતવણી ઉચ્ચારી છે કે જો ગ્રાહક તેના શ્વાનને નિયંત્રણમાં નહીં રાખે તો તેના સરનામા પર થતી ડિલિવરી બંધ કરી દેવાશે. રોયલ મેઇલની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં અમારા સ્ટાફ પર થયેલી શ્વાનના હુમલાની 2197 ઘટનાઓમાં 2 ટકાનો વધારો નોંધાયો છે. સમગ્ર યુકેમાં દર સપ્તાહે ડિલિવરી મેન પર શ્વાન દ્વારા સરેરાશ 42 હુમલા થાય છે. શ્વાનના હુમલાના કારણે પોસ્ટલ કર્મચારીઓને કાયમી અથવા વિકલાંગતા સર્જે તેવી ઇજાઓ થતી હોય છે.
રોયલ મેઇલે સૂચવેલાં પગલાં
- તમારો શ્વાન સુરક્ષિત ન હોય ત્યાં સુધી ઘરનો દરવાજો ખોલશો નહીં
- તમારા શ્વાનને અન્ય રૂમમાં અથવા તો દરવાજાની પાછળ રાખશો
- તમારો શ્વાન છટકી ન જાય તે માટે ગેટ અને દરવાજા બંધ રાખશો
- જો તમારા ઘરમાં સાઇડ ગાર્ડન અથવા બેક યાર્ડ હોય તો શ્વાન ખુલ્લો ન હોય તેની કાળજી રાખશો
- લેટર બોક્સ પર પાંજરુ લગાવો
- જો ઉપરની સૂચનાઓનું પાલન ન કરી શકો તો ડિલિવરી માટે શ્વાન વિનાના વૈકલ્પિક સ્થળનું સરનામુ આપો
યુકેના કયા વિસ્તારોમાં શ્વાનના સૌથી વધુ હુમલા
શેફિલ્ડ – પોર્ટ્સમાઉથ – કેન્ટ – સસેક્સ – સરે – ગિલફોર્ડ – નોટિંગહામ – ચેલ્મ્સફોર્ડ – બ્રાઇટન – બેલફાસ્ટ – ન્યૂકેસલ – સ્વિન્ડન – ડોન્કેસ્ટર - સ્ટેફોર્ડશાયર

