શ્વાનમાં જોવા મળતો અસાધ્ય રોગ માનવીમાં પ્રસરતાં હડકંપ

યુકેમાં બ્રુસેલા કેનિસના 3 કેસ નોંધાતા આરોગ્ય સત્તાવાળાઓ ચિંતિત

Tuesday 26th September 2023 06:38 EDT
 

લંડનઃ યુકેમાં શ્વાન દ્વારા પ્રસરતો બ્રુસેલા કેનિસ નામનો અસાધ્ય રોગ હવે માનવીમાં પણ પ્રસરી રહ્યોછે. બ્રિટનમાં બ્રુસેલા કેનિસના 3 કેસ નોંધાયા છે. આ રોગ ચેપગ્રસ્ત શ્વાનમાં નપુંસકતા અને હલનચલનની સમસ્યા પેદા કરે છે. શરીરમાંથી થતા સ્ત્રાવના કારણે આ રોગ પ્રસરતો હોય છે. 2020 સુધીમાં યુકેમાં શ્વાનમાં આ રોગનો પ્રસાર ચિંતાજનક રીતે વધ્યો હતો.

કેનાઇન બ્રુસેલોસિસ નામનો આ ચેપી રોગ બ્રુસેલા કેનિસ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાતો હોય છે અને હવે યુકેમાં તે માનવ આરોગ્ય માટે પણ ધમકીરૂપ બની રહ્યો છે. બેક્ટેરિયાથી ફેલાતો આ રોગ શ્વાનમાં જોવા મળે છે અને જો કોઇ માનવી ચેપગ્રસ્ત શ્વાનના સીધો સંપર્કમાં આવે તો તે પણ આ રોગનો ભોગ બને છે.

માનવીમાં આ રોગના લક્ષણ હળવા અને અનિશ્ચિત હોય છે તેથી તેનું નિદાન કરવું અઘરૂં છે. વારંવાર તાવ આવવો, ખોરાક પ્રત્યે અરૂચિ, વજન ઘટવું, પરસેવો થવો, માથાનો દુઃખાવો થવો, કમર અને સાંધાનો દુઃખાવો આ રોગના લક્ષણ છે. કેટલાક કિસ્સામાં આ રોગની અસર લાંબાગાળા સુધી રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter