લંડનઃ મગરોના નિષ્ણાત અને એક સમયે બીબીસી તથા નેશનલ જિઓગ્રાફીક જેવી ચેનલો સાથે સંકળાયેલા 53 વર્ષીય એડમ બ્રિટોનને શ્વાનો સાથે કુકર્મ કરી તેમની હત્યા સહિતના અન્ય અપરાધો માટે એક દાયકા કરતાં વધુ કેદની સજા ફટકારવામાં આવી છે. બ્રિટોને તેના પર મૂકાયેલા 63 આરોપની કબૂલાત કરી લીધી હતી જેમાંથી 56 આરોપ પ્રાણીઓ સાથે ક્રુરતા અને ચાર આરોપ ચાઇલ્ડ એબ્યુઝ મટિરિયલ ધરાવવાના હતા. વિકૃત માનસિકતા ધરાવતા એડમે શ્વાનો પર બળાત્કાર કરવા અને હત્યા કરવાના પોતાના વીડિયો પણ બનાવ્યાં હતાં.

