શ્વેત ગરીબ બાળકોની અવગણના થતી હોવાનો સાંસદોનો મત

Wednesday 23rd June 2021 06:07 EDT
 

લંડનઃ એજ્યુકેશન સિલેક્ટ કમિટીએ જણાવ્યું હતું કે શ્વેત ગરીબ બાળકોની અવગણના થાય છે અને તેમને નીચા પાડવામાં આવે છે. કમિટીએ કહ્યું કે શ્વેત વિદ્યાર્થીઓને વિશેષાધિકાર છે તે સૂચવતો શબ્દ 'વ્હાઈટ પ્રિવિલેજ' હકીકતમાં ગરીબ શ્વેત વિદ્યાર્થીઓ માટે તેનાથી વિરોધી છે.
સરકારે જણાવ્યું કે કોઈ પણ બાળક પાછળ ન રહી જાય તેની તકેદારી રાખવા સરકાર પ્રતિબદ્ધ છે.  
કમિટીના ચેરમેન રોબર્ટ હાલ્ફને લાભોથી વંચિત રહેલા શ્વેત વિદ્યાર્થીઓને સહાય કરવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ વિદ્યાર્થીઓ શરૂઆતના વર્ષોથી GCSEs, A – level અને યુનિવર્સિટી એન્ટ્રીમાં ખાસ કશું હાંસલ કરી શકતા નથી. ગરીબ શ્વેત વિદ્યાર્થીઓ દરેક બાબતે પાછા પડે છે.  
હાલ્ફને તેને 'મોટા સામાજિક અન્યાય' તરીકે અને એક 'કૌભાંડ' તરીકે ગણાવ્યું હતું. અન્ય વંશીય ગ્રૂપોના વિદ્યાર્થીઓની સરખામણીમાં ફ્રી સ્કૂલ મીલ્સના શ્વેત વિદ્યાર્થીઓ કેવી રીતે પાછા પડે છે તે બાબત પર ખૂબ ઓછું ધ્યાન અપાય છે. તેમણે કહ્યું કે ગરીબીને લીધે તેમ થાય છે તેવું કહેવાય તો અન્ય વંશીય ગ્રૂપ શા માટે સારો દેખાવ કરી શકે છે તે સમજાતું નથી.
૨૦૧૯માં GCSEમાં ફ્રી મીલ્સ સ્કૂલના ૧૮ ટકા વિદ્યાર્થીઓને ઈંગ્લિશ અને મેથ્સમાં ફ્રી મીલ્સ સ્કૂલના સરેરાશ ૨૩ ટકા વિદ્યાર્થીઓની સરખામણીએ ગ્રેડ ૪ મળ્યો હતો.  
યુનિવર્સિટી એન્ટ્રીમાં ફ્રી મીલ્સના ૫૯ ટકા અશ્વેત આફ્રિકન વિદ્યાર્થી, ફ્રી મીલ્સના ૫૯ ટકા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ અને  ફ્રી મીલ્સના ૩૨ ટકા અશ્વેત કેરેબિયન વિદ્યાર્થીઓની સરખામણીમાં ફ્રી મીલ્સના માત્ર ૧૬ ટકા શ્વેત બ્રિટિશ વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter