સંક્ષિપ્ત સમાચાર (બ્રિટન)

Tuesday 03rd November 2020 13:53 EST
 

• બ્રેઈન ઈમ્પ્લાન્ટથી આંખના પલકારામાં લકવો મટી શકે

ઓપન બ્રેઈન સર્જરીની જરૂરિયાતને દૂર કરીને બ્રેઈન ઈમ્પ્લાન્ટ કરાવનારા બે પુરુષ તેમના વિચારોથી કમ્પ્યુટર ઓપરેટ કરી શકે છે. દુનિયાની પ્રથમ અને દર્દીઓના જણાવ્યા મુજબ જીવનમાં ધરખમ ફેરફાર લાવતી આ પ્રક્રિયામાં તેમના મગજને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓમાં સેન્સર્સ લગાવવામાં આવ્યા હતા. તેઓ કમ્પ્યુટર પર ક્યારે ક્લિક કરશે તે આ સેન્સર્સ નક્કી કરે છે. આ બન્નેને મોટર ન્યૂરોનની બીમારી હતી. હવે તેઓ તેમના વિચારો અને આંખના ઈશારાથી ટેક્સ્ટ મેસેજ, ઈમેલ અને ઓનલાઈન બેંકિંગ કરી શકે છે. આ સેન્સર્સની મદદથી તેઓ માઉસ, કિબોર્ડ અથવા વોઈસ એક્ટિવેશન વિના સ્ક્રીન પર ક્લિક કરી શકે છે.

                                            • કોમનવેલ્થ સ્ટડીઝ યુનિટ બંધ કરવું બેજવાબદાર

ઈન્સ્ટિટ્યુટ ઓફ કોમનવેલ્થ સ્ટડીઝ બંધ કરવાની યુનિવર્સિટી ઓફ લંડનની દરખાસ્તનો દુનિયાભરના શિક્ષણવિદોએ વિરોધ કર્યો છે. તેમણે આ દરખાસ્તેને બેજવાબદાર ગણાવી હતી.

                                           • ચિંતિત પુત્રે આપઘાત પહેલા માતાની હત્યા કરી

લોકડાઉન દરમિયાન પોતાના ઘેટાંની સારસંભાળ વિશે ચિંતિત બનેલા ૫૯ વર્ષીય ખેડૂત પુત્ર જહોન બાઉન્ડે પહેલા ૮૦ વર્ષીય માતા ગ્વેન્ડોલિન ક્રિસ્ટીન બાઉન્ડની ગોલી મારીને હત્યા કર્યા પછી આપઘાત કર્યો હતો. ગયા માર્ચમાં લોકડાઉન શરૂ થયું તેના આઠ દિવસ પછી વેલ્શના કાર્મરધેનશાયરના અબેર્ગવિલી ગામના મકાનમાં આ બન્ને મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઈન્ક્વેસ્ટમાં જણાયું હતું કે ક્રિસ્ટીન તરીકે જાણીતા મિસિસ બાઉન્ડને છાતીના ભાગે ગોળી મારવામાં આવી હતી અને માથામાં ઈજાને લીધે બાઉન્ડનું મૃત્યુ થયું હતું.

                                      • ઓનલાઈન ચેકિંગમાં હળવા લક્ષણો ધ્યાને આવતા નથી

સિનિયર ડોક્ટરોએ ચેતવણી ઉચ્ચારી હતી કે ઓનલાઈન કન્સલ્ટેશનનો અર્થ એ કે જીપી કેટલાંક શારીરિક અને માનસિક રોગોના હળવા લક્ષણો શોધી શકતા નથી અને તેનું નિદાન કરી શકતા નથી. રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સના ચેરમેને જણાવ્યું કે મહામારીની શરૂઆતમાં રિમોટ ટેક્નોલોજીનો ઉપયોગ કરનારા દર્દીઓ અને જીપીને શક્ય તેટલી વધુ રૂબરૂ એપોઈન્ટમેન્ટ્સ માટે અનુરોધ કરવામાં આવે છે

• ICO એ મેરિયટ ઈન્ટરનેશનલને ૧૮.૪ મિલિયનનો દંડ ફટાકાર્યો

ઈતિહાસના સૌથી મોટા ડેટા બ્રીચ પૈકી એક બદલ યુકેના પ્રાઈવસી વોચડોગ દ્વારા દુનિયાની સૌથી મોટી હોટલ કંપનીને ૧૮.૪ મિલિયન પાઉન્ડનો દંડ કરવામાં આવ્યો હતો. ૨૦૧૪માં લાખો ગ્રાહકોની માહિતીને સુરક્ષિત જાળવી રાખવામાં નિષ્ફળ જવા બદલ યુકે ઈન્ફર્મેશન કમિશનર્સ ઓફિસ (ICO) દ્વારા મેરિયટ ઈન્ટરનેશનલને આ દંડ કરાયો હતો. જોકે, ગયા વર્ષે જુલાઈમાં તેને ૯૯ મિલિયન પાઉન્ડના દંડની જાહેરાત બાદ તે ઘટાડીને ૮.૪ મિલિયન પાઉન્ડ કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter