• પીઅર્સે લોર્ડ મેગીનીસના સસ્પેન્શન માટે મતદાન કર્યુંઃ
પીઅર્સે લોર્ડ મેગીનીસને કેટલાંક સાંસદોને હેરાન કરવા બદલ ૧૮ મહિના માટે સંસદના ઉપલા ગૃહમાંથી માંથી સસ્પેન્ડ કરવા મતદાન કર્યું હતું. ઉપલા ગૃહના ૪૦૦થી વધુ સાંસદોએ સ્ટાન્ડર્ડસ કમિટીની તપાસમાં કરાયેલી ભલામણોને સમર્થન આપ્યું હતું. જોકે, ૨૩ સાંસદોએ તેમના સસ્પેન્શનની વિરુદ્ધ મતદાન કર્યું હતું. ગયા જાન્યુઆરીમાં એક ઘટનાને પગલે તપાસ હાથ ધરાઈ હતી. લોર્ડ મેગીનીસે પાર્લામેન્ટના પ્રવેશદ્વાર પર સિક્યુરિટી ઓફિસર ક્રિશ્ચિયન બોમ્બોલોએ તેમનો પાસ બતાવવા કહ્યું ત્યારે તેમણે તેમને અપશબ્દો કહ્યા હતા. SNPના સાંસદ હાના બાર્ડેલે આ ઘટના નિહાળી હતી. તેમણે દરમિયાનગીરીનો પ્રયાસ કરતાં લોર્ડ મેગીનીસે તેમની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું.
• ફ્રી સ્કૂલ મીલ્સના લાભાર્થીઓની સંખ્યા વિશે શિક્ષણ વિભાગ જ અજાણઃ
આ વર્ષના પ્રથમ કોરોનાવાઈરસ લોકડાઉનની અસરના વળતર તરીકે લાગૂ કરાયેલી ફ્રી સ્કૂલ મીલ્સ વાઉચર સ્કીમનો કેટલાં બાળકોને લાભ મળ્યો હતો અને કોન્ટ્રાક્ટર એડનરેડને કેટલો લાભ થયો તેની શિક્ષણ વિભાગને જાણ ન હોવાનું નેશનલ ઓડિટ ઓફિસ (NAO) દ્વારા જણાવાયું હતું. આ સ્કીમ પાછળ કુલ ખર્ચ ૩૮૪ મિલિયન પાઉન્ડથી વધારે નહીં થાય તેવો શિક્ષણ વિભાગે અંદાજ મૂક્યો હતો. સ્કીમ પરના રિપોર્ટમાં જણાવાયું કે વિભાગ દ્વારા એડનરેડને થયેલી આવક અને કોન્ટ્રાક્ટર્સ ઓપન બુક વ્યવસ્થા હેઠળ થયેલા ખર્ચની વિગતો જોઈ નથી. NAOએ જણાવ્યું કે એડનરેડે બાળક દીઠ દર અઠવાડિયે ૧૫ પાઉન્ડ લેખે વાઉચર્સની મૂળ કિંમત જેટલી રકમ આ મીલ્સ મેળવવા હક્કદાર બાળકોના પેરન્ટ્સ અથવા વાલીને આપી હતી. ૧૦.૧ મિલિયન વાઉચરો ઈસ્યૂ થયા હતા તે સૌ જાણે છે તે છતાં તેની કિંમતમાં જૂદી જૂદી હતી કારણ કે તેમાં એક પરિવારના એકથી વધુ બાળકોને આવરી લેવાતા હતા અને વાઉચર એક વીક કરતાં વધારે સમય ચાલતું હતું.
• વિન્ડરશના પીડિતોનો પ્રીતિ પટેલ પર અપમાન કરવાનો આક્ષેપઃ
વિન્ડરશ પીડિતોએ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે તેમની સાથે અતિ અપમાનજનક વર્તણુંક કર્યાનો આક્ષેપ મૂક્યો હતો. હોમ ઓફિસને પાઠવેલા પત્રમાં વિન્ડરશના અગ્રમી કેમ્પેનરો અને સપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સે જણાવ્યું કે હોમ સેક્રેટરીએ કરેલી ટીકા ખોટી માહિતીવાળી અને ડહાપણ વિનાની હતી. તેમણે રાજકીય લાભ ખાટવા બદલ તેમના નામનો ઉપયોગ કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. પ્રીતિ પટેલે ૮૦થી વધુ જાણીતા અશ્વેતોએ કેટલાંક દોષી ગુનેગારોના દેશનિકાલ માટે જમૈકાની ફ્લાઈટ રદ કરવાની માગણી કરી હતી તેના અખબારી ઈન્ટરવ્યૂનો ઉલ્લેખ કરીને ટીકા કરી હતી. દેશનિકાલ માટે જે લોકો નિશ્ચિત કરાયા હતા તેમના વતી કાર્યવાહી કરતા વકીલોની હોમ ઓફિસના સૂત્રોએ ટીકા કરી હતી.
• સૌથી મોટી રેન્ટ સ્ટ્રાઈકની યુકેના વિદ્યાર્થીઓની યોજનાઃ
યુકેના વિદ્યાર્થીઓ નવા વર્ષમાં યુનિવર્સિટીઓમાં પાછા ફરે ત્યારે હોલ લોકડાઉન્સથી વધતી હતાશા, ખાલી રૂમ માટે ભાડું ચૂકવવું અને પ્રત્યક્ષ ખૂબ ઓછા શિક્ષણની સંભાવનાને લીધે તેઓ ૪૦ વર્ષના ઈતિહાસમાં ન પડી હોય તેવી યુનિવર્સિટી રેન્ટ સ્ટ્રાઈક પાડવાનું આયોજન કરી રહ્યા છે. હાલ યુનિવર્સિટીના કેમ્પસોમાં લગભગ ૨૦ રેન્ટ સ્ટ્રાઈક ચાલી રહી છે અથવા તેનું આયોજન થઈ રહ્યું છે. ઓક્સફર્ડ અને સસેક્સ બન્ને યુનિવર્સિટીમાં નવી ટર્મ પહેલા સેંકડો વિદ્યાર્થીઓએ સહીઓ કરી હતી. ગોલ્ડસ્મિથ્સ, યુનિવર્સિટી ઓફ લંડન અને એડિનબરા તથાકેમ્બ્રીજ યુનિવર્સિટીઝ સહિતની સંસ્થાઓ પણ કાર્યવાહીની તૈયારી કરી રહી છે. ગયા મહિને માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં પડેલી આવી હડતાળને લીધે આ ટર્મ માટે હોલના ભાડામાં ૩૦ ટકાનો ઘટાડો કરાયો હતો.
• બર્મિંગહામની ઓળખ બને તેવી મસ્જિદના નિર્માણને મંજૂરીઃ
બર્મિંગહામની ઓળખ બને તેવી વિશાળ મસ્જિદના નિર્માણને કાઉન્સિલ દ્વારા પ્લાનિંગ પરમિશન અપાઈ છે. આ મસ્જિદ સ્પાર્કબ્રૂકમાં હાઈગેટ રોડ અને સ્ટ્રેટફોર્ડના જંક્શન પર બનશે. તેમાં કોમ્યુનિટી સેન્ટર, સ્કૂલ, રેસિડેન્શિયલ ફ્લેટ્સ અને શોપ યુનિટ્સ પણ હશે. અગાઉ પ્લાનિંગ કમિટીએ ટ્રાન્સપોર્ટ અને સ્કૂલના પ્રકાર વિશે વધુ માહિતી મેળવવા માટે અરજી પડતર રાખી હતી. જોકે, હવે તે મંજૂર થઈ છે. તે સ્થળે ગર્લ્સ સ્કૂલ બનશે. શુક્રવારે મોટી નમાઝ વખતે ૨,૫૦૦ લોકો અને કોઈપણ સમયે ૫૦૦ લોકો હાજર રહી શકશે. ૬૪૦ સ્ક્વેર મીટરના વિસ્તારાના પ્રેયર હોલની ઉંચાઈ સામાન્ય કરતાં બમણી હશે. ઉપરના માળે કોન્ફરન્સ હોલ, એક્ઝિબિશન્સ હોલ્સ, લાઈબ્રેરી અને રૂફ ગાર્ડનની પણ સુવિધા હશે.
• છેતરપિંડીની તપાસ પછી લીવરપૂલના મેયર જામીન પર છૂટ્યાંઃ
છેતરપિંડીની તપાસના ભાગરૂપે ૧૧ ડિસેમ્બરે અટકમાં લેવાયેલા લીવરપૂલના મેયર જો એન્ડરસન વધુ તપાસ પડતરની શરત સાથે જામીન પર છૂટ્યા હતા. લીવરપૂલમાં બિલ્ડીંગ અને ડેવલપમેન્ટના કોન્ટ્રાક્ટ્સની તપાસના ભાગરૂપે તેમની અને અન્ય ચાર લોકોની ધરપકડ કરાઈ હતી. લાંચ લેવાના અને સાક્ષીને ધમકાવવાના ષડયંત્રની શંકાના આધારે પોલીસે લીવરપૂલનું એક દાયકા સુધી સુકાન સંભાળનારા મેયરની પૂછપરછ કરી હતી. ધરપકડના પગલે તેમને લેબર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા હતા. મર્સીસાઈડ પોલીસે ૧૨મી ડિસેમ્બરે તમામ પાંચ લોકોનો શરતી જામીન પર છૂટકારો થયો હોવાનું જણાવ્યું હતું. ભૂતપૂર્વ સોશિયલ વર્કર એન્ડરસન ૨૨ વર્ષથી લીવરપૂલના કાઉન્સિલર અને ૨૦૦૩થી લેબર પાર્ટીના નેતા છે.
• કોવિડ -૧૯નો સામનો કરી રહેલા ૩૦થી વધુ કાઉન્ટી કેર હોમ્સઃ
૩૦થી વધુ કાઉન્ટી કેર હોમ્સ હાલ કોવિડનો સામનો કરી રહ્યા હોવાનું લેસ્ટરશાયર કાઉન્ટી કાઉન્સિલે જણાવ્યું હતું. કેબિનેટ મેમ્બર ફોર એડલ્ટ સોશિયલ કેર રિચાર્ડ બ્લન્ટે જણાવ્યું કે પહેલા મોજા વખતે જે સંખ્યા હતી તેના કરતાં ખૂબ ઓછી સંખ્યા છે. પરંતુ, છેલ્લાં થોડા અઠવાડિયાથી સંખ્યામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. મહામારી શરૂ થઈ લેસ્ટરશાયરના ૧૮૦ કેરહોમ્સમાંથી ૧૨૧માં કોરોના ફેલાયો હતો. તેનો અર્થ એ કે ઓછામાં ઓછા બે લોકોનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. કાઉન્સિલર ક્રિસ્ટીન રેડફર્ડે જણાવ્યું કે મહામારીના પ્રથમ બે મહિનામાં કેર હોમમાં રહેતા ૧૩૦ લોકો માર્યા ગયા હતા. બીજા મોજામાં ૨૪ લોકોનું મૃત્યુ થયું છે. જે મોટો આંકડો છે.
• ૨૦૩૦ સુધીમાં યુકે ૬૮ ટકા કાર્બન ઉત્સર્જન ઘટાડશેઃ
વડા પ્રધાન બોરિસ જહોન્સને મૂકેલા નવા લક્ષ્ય મુજબ યુકે આગામી દાયકામાં અન્ય મોટા અર્થતંત્રો કરતાં ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં ઝડપથી અને વધુ ઘટાડો કરશે. ૨૦૩૦ સુધીમાં વાર્ષિક કાર્બન ઉત્સર્જનમાં ૬૮ ટકાનો ઘટાડો થશે. જે હાલના ૫૭ ટકાના લક્ષ્યમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. ૨૦૧૫ના પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટ હેઠળ યુકેના વચનના ભાગરૂપે NDC એટલે કે નેશનલી ડિટરમાઈન્ડ કોન્ટ્રિબ્યુશન તરીકે ઓળખાતું આ લક્ષ્ય યુએનને સુપરત કરવામાં આવશે. આવતા અઠવાડિયે બોરિસ જહોન્સન ક્લાઈમેટ વિશે વૈશ્વિક નેતાઓની વર્ચ્યુઅલ સમિટની સહયજમાનીની તૈયારી કરી રહ્યા છે.
• લગ્ન ઈચ્છુકોને સમર ૨૦૨૧માં લગ્ન માટે તૈયારી કરવા અનુરોધઃ
વડા પ્રધાન બોરિસ જહોન્સને સમર ૨૦૨૧માં લગ્ન કરવા ઈચ્છતા યુગલોને તૈયારીઓ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. વેડિંગ અને ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીને મદદ માટે ફેસબુક Q&A સેશનમાં જહોન્સને સંકેત આપ્યો હતો કે મોટી હસ્તીઓ આગામી સમર સુધીમાં પાછા ફરશે. લગ્નો પર કોવિડ-૧૯ નિયંત્રણોની અસર વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે આપ સમરમાં લગ્ન માટે વિચારતા હો તો તે યોગ્ય છે. મને ખૂબ આશા છે કે સમર સુધીમાં વેડિંગ અને ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી માટે પરિસ્થિતિ બદલાઈ જશે. ઈસ્ટર પહેલા સામૂહિક ટેસ્ટીંગ થઈ જશે. આ સમર ખૂબ સક્રિય રહેશે અને સમગ્ર યુકેમાં લગ્ન યોજાશે.
• ક્રિસમસની પૂર્વ સંધ્યાએ બર્મિંગહામ ન્યૂ સ્ટ્રીટ દ્વારા સેંકડો હોમલેસને ભોજન
બર્મિંગહામ ન્યૂ સ્ટ્રીટનું સૌથી સફળ ક્રિસમસ ઈવ મીલ આ વર્ષે શહેરમાં ઉપલબ્ધ થશે, પણ તેમાં થોડો ફેરફાર હશે. આ વર્ષે કોરોના વાઈરસને લીધે બંધ બારણે કાર્યક્રમ યોજવાનું શક્ય નથી. તેથી ૨૫૦ ટેક અવે મીલ્સ અને ગીફ્ટ્સ પૂરા પડાશે. સતત ત્રીજા વર્ષે નેટવર્ક રેલ એવોર્ડ વિજેતા ચેરિટી મીડલેન્ડ લંગર સેવા સોસાયટી (MLSS) સાથે સહયોગ કરીને આ ક્રિસમસ દરમિયાન સિટી સેન્ટરમાં સંઘર્ષ કરી રહેલા લોકોને ગરમ ફૂડ પૂરું પાડશે. ૨૦૧૮થી બર્મિંગહામ ન્યૂ સ્ટ્રીટના ૫૫૦ લોકો થ્રી કોર્સ સીટ ડાઉન મીલ અને પાર્ટીનો આનંદ માણે છે.

