સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 06th January 2021 05:29 EST
 

• ફાર્મર્સ દ્વારા સુપરમાર્કેટ્સની ટીકા

એક મહિના સુધી ડેરી અને મીટ પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવા અને ‘વેગન્યુઆરી’ અપનાવવા માટે સ્ટાફ અને ગ્રાહકોને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ ખેડૂતોએ સુપરમાર્કેટ્સની ટીકા કરી હતી. માર્ક એન્ડ સ્પેન્સર અને ટેસ્કોનો કુલ સ્ટાફ ૫૦૦,૦૦૦નો છે. મહિના દરમિયાન વેગન ડાયેટ અપનાવવા સ્ટાફને પ્રોત્સાહન પૂરું પાડવા માટે તેમણે ‘વેગન્યુઆરી વર્કપ્લેસ ચેલેન્જ’ પર હસ્તાક્ષર કર્યા હતા. ટેસ્કોની વેબસાઈટ પર ગ્રાહકોને પ્રોત્સાહન પૂરું પાડવા વેગન્યુઆરી સેક્શનમાં ‘તે અજમાવવામાં કોઈ નુક્સાન નથી’ તેમ જણાવાયું છે.  

• GP ને કેર હોમ્સમાં જેબ દીઠ £૧૦ ચૂકવાશે

આગામી મહિનાના અંત સુધીમાં ફેમિલી ડોકટરો કેર હોમમાં રહેતા રહીશને વેક્સિન આપશે તો તેમને દરેક વેક્સિન આપવા બદલ બોનસ પેટે ૧૦ પાઉન્ડ ચૂકવાશે.

• બ્રિટિશ એરવેઝને £૨ બિલિયનની સરકારી સહાય

સરકાર તરફથી ૨ બિલિયન પાઉન્ડની લોનની ગેરન્ટી સુનિશ્ચિત કર્યા પછી બ્રિટિશ એરવેઝને તેની પેરન્ટ કંપની IAGને ડિવિડન્ડ ચૂકવવામાંથી હંગામી ધોરણે રાહત અપાઈ છે. આ લોન કોરોના વાઈરસ મહામારી અને ઈયુમાંથી યુકેની બ્રેક્ઝિટને લીધે બ્રિટિશ એરવેઝને પડેલી મુશ્કેલીમાંથી બહાર લાવવા અપાઈ છે.   

• વડીલોને ઉચકવા કેર હોમ વર્કર્સને રોબોટિક મદદ

દર્દીઓને ઉચકવામાં હેલ્પ કેર વર્કરને મદદરૂપ થાય અને દર્દી જાતે ઉભા રહી શકે તે માટેના રોબોટિક વેસ્ટ બેલ્ટ્સથી સોશિયલ કેરમાં અછતને પહોંચી વળાશે. લગભગ ૧૨૨,૦૦૦ કેર વર્કર્સની અછત છે અને અંદાજ સૂચવે છે કે વડીલોની માગણીઓ અને દુર્બળ લોકોની વધતી સંખ્યાને લીધે ૨૦૩૫ સુધીમાં વધુ ૮૦૦,૦૦૦ કેર વર્કર્સની જરૂર પડશે.    

• દેશનિકાલ માટે જરૂરી સજાની મુદત ઘટાડવા વિચારણા

પ્રથમ વખત છ મહિનાની જેલની સજાને વિદેશી ગુનેગારને દેશનિકાલ કરવા માટેની જોગવાઈ બનાવવાની હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ દ્વારા વિચારણા થઈ રહી છે. તેઓ ટૂંકી સજા મેળવનારા ગુનેગારોને દેશનિકાલ કરવાનું સરળ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. આ ફેરફારને લીધે અગાઉની લેબર સરકારે અમલી બનાવેલો કાયદો નીકળી જશે.

• છ વર્ષમાં વેટિકનથી £૧.૩ બિલિયન ઓસ્ટ્રેલિયા ટ્રાન્સફર થયા

છેલ્લાં છ વર્ષના ગાળામાં તેમની જાણ વિના વેટિકનથી ૧.૩ બિલિયન પાઉન્ડ ઓસ્ટ્રેલિયા કેવી રીતે ટ્રાન્સફર થયા તેની તપાસના આદેશ આપવાનું પોપને જણાવવાની કેથોલિક બિશપ્સ તૈયારી કરી રહ્યા છે.

• ફરજ પર પોલીસ ઓફિસરનો આપઘાતનો દર બમણો થયો  

છેલ્લાં દાયકામાં લગભગ બમણા પોલીસ અધિકારીઓ ફરજ દરમિયાન આપઘાત કરીને મૃત્યુ પામ્યા હોવાનું આંકડા મુજબ જણાયું હતું. ૨૦૧૯ સુધીના આઠ વર્ષમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા ૯૨ ઓફિસરોની સરખામણીમાં ૧૬૯ ઓફિસરોએ આપઘાત કર્યો હતો.
ઈંગ્લેન્ડ અને વેલ્સના ૪૩ ફોર્સમાં ઓફિસરો પર દબાણ વધ્યું હોવા છાતાં આ સંખ્યા વર્ષે સરેરાશ ૨૧ પર સ્થિર રહી હતી.  

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter