• મહિલાદ્વેષી લોકો દ્વારા ક્લેર વેક્સમેનની કનડગત
મહિલાદ્વેષી લોકો દ્વારા ડોમેસ્ટિક એબ્યુઝવિરોધી કેમ્પેઈનર ક્લેર વેક્સમેનનાં અપમાન સાથે કનડગત કરી રહી છે. લંડનના પ્રથમ કમિશનર ફોર વિક્ટિમ્સ ક્લેર વેક્સમેને જમાવ્યું હતું કે સોશિયલ મીડિયાના અનામી વપરાશકર્તાઓ અને મહિલાદ્વેષી લોકો ઘરેલુ હિંસાવિરોધી તેમને કાર્ય કરતા અટકાવવા પ્રયાસ કરી રહ્યા છે. વેક્સમેન ડોમેસ્ટિક એબ્યુઝ બિલમાં સુધારા માટે ચળવળ ચલાવી રહ્યાં છે. વેક્સમેન કહે છે કે તેમને ફેમિલી કોર્ટ્સ અને ડોમેસ્ટિક એબ્યુઝ બિલ મુદ્દે લૈંગિક યુદ્ધ છેડવા ઈચ્છતા અને મહિલાવિરોધી લોકોના અનામી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા ધાકધમકી અને અપમાનજનક ઓનલાઈન પ્રત્યાઘાતો મળી રહ્યા છે.
• ૧૧૨,૦૦૦ લોકોના પોલીસ રેકોર્ડ્સનો નાશ
હોમ ઓફિસે જણાવ્યું છે કે ૧૧૨,૦૦૦ લોકોના પોલીસ રેકોર્ડ્સ સંબંધિત ફાઈલ્સ પોલીસ કોમ્પ્યુટર સિસ્ટમમાંથી નષ્ટ થઈ ગઈ છે. આ ઉપરાંત, ૧૫,૦૦૦ કેસીસ સાથે સંકળાયેલા લોકોના ડેટા સમૂળા નાશ પામ્યા હતા. કોમન્સમાં પોલીસીંગ મિનિસ્ટર કિટ માલ્ટહાઉસે જણાવ્યું હતું કે પોલીસ નેશનલ કોમ્પ્યુટરમાંથી ગુમ થયેલો ડેટા પાછો મેળવવામાં વધુ ત્રણ મહિના લાગી જશે. ડેટા નષ્ટ થવાના કારણે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને તેમની તપાસોમાં મદદરુપ થઈ શકે તેવી માહિતી અને રેકોર્ડ્સ ન મળે તેવી પણ શક્યતા છે. ૧૧૨,૬૯૭ લોકોના રેકોર્ડ્સ સાથે સંકળાયેલા ૨૦૯,૫૫૦ ગુનાખોરીના રેકોર્ડ્સ ખોટી રીતે નાશ પામ્યા હોવાનું હોમ ઓફિસે જણાવ્યું હતું. સજાઓ સંબંધિત કોઈ રેકોર્ડ્સનો નાસ થયો નથી. અગાઉ જાન્યુઆરીમાં ધ ટાઈમ્સે ૪૦૦,૦૦૦ રેકોર્ડ્શ નાશ પામ્યાનું જણાવ્યું હતું.
• માહિતી સ્વાતંત્ર્યની રક્ષા કરવા યુકેના એડિટર્સની માગ
યુકેના નેશનલ ન્યૂઝ પેપર્સના એડિટર્સે ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન એક્ટનું રક્ષણ કરવાની માગણી કરી છે. પબ્લિક દ્વારા સત્તાવાર સંસ્થાઓની કામગીરીની ચકાસણી વેળાએ તેમને અન્યાયી રીતે અવરોધવામાં આવતા હોવાની ટીકાઓના પગલે આવી માગણી થઈ છે. ડેઈલી ટેલિગ્રાફથી મિરર સુધીના નેશનલ અખબારોના ૬ એડિટર્સે ‘openDemocracy’ સાથે સહયોગથી ખુલ્લા પત્રમાં હસ્તાક્ષર કર્યા હતા. ગત નવેમ્બરમાં openDemocracyના રિપોર્ટમાં મિનિસ્ટર્સ દ્વારા સંભવિત ક્ષોભજનક માહિતી બહાર જવા પર અંકુશ રાખવા ‘ઓર્વેલિયન યુનિટ’ ચલાવાતું હોવાનો આક્ષેપ મૂકાયો હતો. આ કાયદો ૨૦ વર્ષ અગાઉ અમલી બનાવાયા પછી વ્હાઈટહોલ ડિપાર્ટમેન્ટ્સ સૌથી ઊંચા દરે માહિતીની વિનંતીઓ નકારતા રહ્યા હતા.
• ડાઈવર્સિટી કમિશન પ્રતિમાઓ દૂર કરવા માટે નથી
જાહેર ક્ષેત્રમાં વૈવિધ્યતા બાબતે લંડનના નવા કમિશનનું કાર્ય પ્રતિમાઓ નીચે તોડી પાડવા વિશે નથી પરંતુ, રંગવર્ણી લોકોના સ્મારકના અભાવને નિવારવા અને તેમનામાં આશાની સ્થાપનાનું છે. લંડનના મેયર સાદિક ખાને કેપિટલના જાહેર સ્થળોએ ડાયવર્સિટીને સુધારવા નવા લેન્ડમાર્ક કમિશનના સભ્યો તરીકે ૧૫ પેનલિસ્ટની જાહેરાત કરી હતી. ગત ઉનાળામાં બ્લેક લાઈવ્ઝ મેટરના દેખાવકારોએ બ્રિસ્ટોલમાં ૧૭મી સદીના ગુલામોના વેપારી એડવર્ડ કોલ્ટોનનું પૂતળું ઉખાડી દીધાના થોડા દિવસોમાં ખાને કમિશન રચવાની જાહેરાત કરી હતી. મેયરની ઓફિસે જણાવ્યું હતું કે કમિશન પૂતળાં દૂર કરવા પર દેખરેખ રાખવા રચાયું નથી.
• સેલેબ્રિટીઝ પર હુમલાઓ અંગે આઠની ધરપકડ
યુએસના સ્પોર્ટ્સ સ્ટાર્સ અને સંગીતકારોના નાણા અને માહિતીની ચોરી કરવા ફોન્સ અથવા એકાઉન્ટ્સ પર કૌભાંડીઓ કબજો જમાવતા રહે છે. બ્રિટિશ પોલીસના જણાવ્યા અનુસાર યુએસ સેલેબ્રિટીસના ફોનના હાઈજેકિંગની તપાસના ભાગરુપે આઠ વ્યક્તિની ધરપકડ કરાઈ છે. અપરાધીઓએ વિક્ટિમ્સના ફોન્સ અને એકાઉન્ટ્સનો કબજો મેળવવા સ્પોર્ટ્સ સ્ટાર્સ, મ્યુઝિશિયન્સ અને તેમના પરિવારોને નિશાન બનાવ્યા હતા. નેશનલ ક્રાઈમ એજન્સી, યુએસ સિક્રેટ સર્વિસ અને FBIની તપાસમાં બ્રિટનમાં કાર્યરત નેટવર્કની જાણ થઈ હતી. બ્રિટિશ પોલીસે ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાંથી ૧૮થી ૨૬ વયજૂથના આઠ શકમંદની ધરપકડ કરી હતી.
• કોરોના સપોર્ટ પેકેજિસની લૈંગિક અસરો નજરઅંદાજ
સાંસદોએ એવી માગણી કરી છે કે કોરોના મહામારીનો પ્રતિભાવ આપવાની ઉતાવળમાં મિનિસ્ટર્સે કોરોના સપોર્ટ પેકેજિસની લૈંગિક અસરોને લગભગ નજરઅંદાજ કરી છે. સરકારી વિભાગોએ નવી પોલિસીઓમાં સમાનતાના વિષયનું પૂર્ણ વિશ્લેષણ કરવું જોઈએ. પાર્લામેન્ટની વિમેન એન્ડ ઈક્વલિટીઝ કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ સામે સરકારના ચાવીરુપ પોલિસી રિસ્પોન્સીસને નજરઅંદાજ કરાયા છે અને ઘણી વખત પ્રવર્તમાન લૈંગિક અસમાનતાઓને એવી રીતે ખરાબ કરી હતી જેને પાછળથી સુધારવાની જરુર પડે. સાંસદોએ કહ્યું હતું કે કોરોના વાઈરસ જોબ રીટેન્શન સ્કીમને ઘડવામાં સરકારે યોગ્ય ઝડપ દર્શાવી હતી પરંતુ, તેમાં લેબર માર્કેટ અને મહિલાઓ માટે સારસંભાળના પ્રશ્નો ચૂકી જવાયા હતા.
• ઈયુના દબાણથી કંપનીએ દવાની કિંમત ૭૫ ટકા ઘટાડી
ભાવમાં કથિત ગેરરીતિ અંગે ઈયુએ પગલાં લીધા પછી સાઉથ આફ્રિકાની દવા કંપની એસ્પન ફાર્માકેર યુકે અને અન્ય યુરોપીયન કંપનીઓમાં કેન્સરની દવાની કિંમતમાં લગભગ ૭૫ ટકા નવો ઘટાડો કરશે. આ કંપનીએ ૨૦૦૯માં ગ્લેક્સોસ્મિથક્લાઈન પાસેથી પાંચ ઓફ પેશન્ટ કેન્સર મેડિસીન્સના હક્કો ખરીદ્યા હતા અને ઘણાં યુરોપિયન માર્કેટ્સમાં તેના ભાવમાં ભારે વધારો કરી દીધો હતો. આ દવાઓ પૈકી એક લિક્વિડ અને ટેબ્લેટ બન્ને સ્વરૂપમાં આવે છે
• વેક્સિનેશન વિરોધી પોસ્ટ હટાવવા પ્રીતિ પટેલનો અનુરોધ
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ફેસબુક, ટ્વીટર અને ગૂગલને જણાવ્યું હતું કે તેમની જવાબદારી વેક્સિનેશન વિરોધી ખોટી પોસ્ટને દૂર કરવાની છે. તેમણે જણાવ્યું કે સામાન્ય વસતિની સરખામણીમાં વંશીય લઘુમતીના લોકો ઓછાં પ્રમાણમાં વેક્સિન લઈ રહ્યા છે તેના માટે સોશિયલ મીડિયા કંપનીઓ જવાબદાર છે. તેમણે ખોટી પોસ્ટ કરનારનો સામનો કરવા માટે તેમની સાઈટ્સ પર સક્રિયપણે NHS અને સરકારી માહિતી પ્રસિદ્ધ કરવા તેમને અનુરોધ કર્યો હતો.

