સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Tuesday 16th March 2021 16:24 EDT
 

                                        • ગ્લેક્સો દ્વારા ડોક્ટરોને પ્રમોશનની ચૂકવણી ડબલ થઈ

લંડનઃ ચીનમાં લાંચના કૌભાંડના સમયે લાગુ કરાયેલી નીતિઓમાં કંપનીએ ફેરફાર કર્યા પછી ડેમ એમ્મા વોમ્સલી ચીફ એક્ઝિક્યુટિવ બન્યા ત્યારથી ગ્લેક્સોસ્મિથક્લાઈન દ્વારા તેની દવાઓના પ્રમોશન માટે ડોક્ટરોને કરાતી ચૂકવણી લગભગ બમણી થઈ છે. બ્રિટનના બે મોટા ફાર્મા ગ્રૂપ પૈકી એક ગ્લેક્સોએ અમેરિકા અને યુરોપિયન બજારોમાં ૨૦૧૯માં ૧૯.૩ મિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો હતો જે ૨૦૧૭ના ૯.૯ મિલિયન પાઉન્ડ કરતાં લગભગ બમણો છે. ‘ધ ટાઈમ્સ’ દ્વારા એકત્ર કરાયેલી માહિતી મુજબ બ્રિટન, જર્મની, ઈટાલી અને સ્પેનમાં આ ખર્ચ ૨.૫ મિલિયન પાઉન્ડથી ત્રણ ગણો એટલે કે ૮.૨ મિલિયન પાઉન્ડ થયો હતો. યુકેમાં ડોક્ટરોને ૨૫,૦૦૦ પાઉન્ડથી વધીને ૧.૬ મિલિયન પાઉન્ડનું પેમેન્ટ થયું હતું.

                                        • ફ્રાન્સે કોવિડ નેગેટિવ બ્રિટિશ ટુરિસ્ટ્સ માટે બોર્ડર ખોલી

સ્પ્રિંગ હોલિડે માણવા માટે બ્રિટિશરો ચેનલ ક્રોસ કરી શકે તે માટે ફ્રાન્સે ૧૨મી માર્ચથી યુકે જવા અને ત્યાંથી આવવા માટે પ્રવાસ પરના નિયંત્રણો હળવા બનાવ્યા હતા. ફ્રાન્સ સરકારે જણાવ્યું હતું કે નિયંત્રણોમાં છૂટછાટનો લાભ મેળવનારા ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ કોરિયા, ઈઝરાયલ, જાપાન અને સિંગાપોર સહિતના સાત દેશમાં બ્રિટનનો સમાવેશ થાય છે. ટુરિઝમ મિનિસ્ટર જીન- બેપ્ટિસ્ટ લેમોયને જણાવ્યું હતું કે આ દેશોમાંથી આવતા મુસાફરોને તેમના પ્રવાસની યોગ્યતાનું કારણ જણાવવાની ફરજ પડાશે નહીં. જોકે, બ્રિટન અને અન્ય છ દેશોથી આવતા લોકોએ નેગેટિવ પીસીઆર ટેસ્ટ રજૂ કરવાનો રહેશે જે તેમના આગમનના ઓછામાં ઓછાં ૭૨ કલાક અગાઉ કરાવેલો હોવો જોઈએ.

                                          • ટોચની યુનિવર્સિટીઓમાં અશ્વેતોના પ્રવેશનો દર વધ્યો

અગ્રણી યુનિવર્સિટીઓ સમૃદ્ધ બેકગ્રાઉન્ડ ધરાવતા ઓછાં લોકોને એડમિશન આપી રહી છે જ્યારે વધુ અશ્વેત વિદ્યાર્થીઓનો સમાવેશ કરતા હોવાનું નવા આંકડામાં જણાયું હતું. ઓફિસ ફોર સ્ટુડન્ટ્સની માહિતી મુજબ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ધનવાન વિદ્યાર્થીઓને પ્રવેશની ટકાવારી અગાઉ ૩૯.૬ ટકા હતી તે ૨૦૧૯-૨૦માં ઘટીને ૩૭.૪ ટકા જ્યારે અતિવંચિત વિદ્યાર્થીઓની ટકાવારી અગાઉના વર્ષે ૫.૪ ટકા હતી તે વધીને ૫.૯ ટકા થઈ હતી.

                                 • એડીબલ પીલ્સમાં રહેલા કેમેરા કેન્સરના પ્રાંરભિક સંકેતોનો ફોટો પાડશે

નવા રાષ્ટ્રીય ટ્રાયલમાં કેન્સરની તપાસ માટે NHSના હજારો દર્દીઓને ટચૂકડા કેમેરા અપાશે જે તેમણે ગળી જવાના રહેશે. આ પીલ સાઈઝની કેપ્સ્યુલ આંતરડામાંથી પસાર થશે ત્યારે તેમાં રહેલા કેમેરામાંથી લેવાયેલી તસવીરોને એક સાધન રેકર્ડ કરશે. શરૂઆતમાં ઈંગ્લેન્ડના ૪૦થી વધુ વિસ્તારોમાં ૧૧,૦૦૦ લોકોને કેપ્સ્યુલ કેમેરા અપાશે. NHS ઈંગ્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ સર સાયમન સ્ટીવન્સે જણાવ્યું હતું કે આ કેપ્સ્યુલ કેમેરાથી વધુ લોકોની કેન્સરની ઝડપી અને સલામત તપાસ થઈ શકશે.

                                     • પરિવારથી બાળકને વિખૂટા પાડવાની પ્રણાલિ ‘અન્યાય’ સમાન

બાળકોને પરિવારોથી હજુ પણ બીનજરૂરી રીતે દૂર કરવામાં આવતા હોવાનું ચીલ્ડ્રન એન્ડ ફેમિલીઝના ચીફ સોશિયલ વર્કરે ૩૩ વર્ષીય ઈઝાબેલ ટ્રોલરે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે જરૂર ન હોવા છતાં બાળકોને કેરમાં રાખવામાં આવે છે તે બાબત પરિવારો માટે આઘાત જનક હોવાથી સોશિયલ વર્કમાં ફેરફાર કરવાની જરૂર છે. તેમણે ઓથોરિટીઝ જે પ્રણાલિ હેઠળ બાળકોને લઈ જાય છે તેને ‘અન્યાય’ સમાન ગણાવી હતી. તેમના માનવા મુજબ તે બાળકનો સલામત રીતે ઘરે ઉછેર થઈ શકે તેમ હોય છે.

                                                    • રેડ ફોન બોક્સનો વૈકલ્પિક ઉપયોગ

લોકલ કોમ્યુનિટીઝ દ્વારા હજુ હજારો વધુ રેડ ફોન બોક્સિસને ફરીથી પ્રચલિત બનાવાશે અને તેને મ્યુઝિયમ, લાઈબ્રેરી અને ડિફીબ્રિલેટર્સમાં રૂપાંતરણ કરવામાં આવે તેવું બની શકે. બ્રિટિશ ટેલિકોમે જણાવ્યું કે મોબાઈલ ફોનના વપરાશને લીધે સમગ્ર યુકેમાં તેના ૪,૦૦૦ જેટલાં ફોન બોક્સ બેકાર થઈ ગયાં છે. એડપ્ટ અ કિયોસ્ક પ્રોગ્રામ હેઠળ ૨૦૦૮થી ૬,૬૦૦થી વધુ ફોન બોક્સ કોમ્યુનિટીઝ દ્વારા બોક્સ દીઠ માત્ર એક પાઉન્ડમાં લેવામાં આવ્યા હતા.

                                                   • પેટ્રોલિંગ બોટ સેવામાંથી પાછી ખેંચાઈ

બોર્ડર ફોર્સે ઈંગ્લિશ ચેનલનું પેટ્રોલિંગ કરતી HMC Vigilantબોટને મેન્ટેનન્સ માટે બે મહિના સર્વિસમાંથી પાછી ખેંચી લીધી હતી. આ સમયગાળા દરમિયાન જ વધારે પ્રમાણમાં માઈગ્રન્ટ્સ ચેનલ પાર કરતા હોવાનું મિનિસ્ટરોનું કહેવું છે.

                                                   • સેકન્ડ હોમના માલિકોને દંડનું જોખમ

લોકડાઉનના કારણે ઘણાં લોકો સેન્સસની સમયમર્યાદા પૂરી ન થાય ત્યાં સુધી હોલિડે કોટેજીસ ખાતે પોસ્ટ ખોલી નહીં શકે. આથી તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં સેન્સસ ભરી નહીં શકે. તેના કારણે તેમને દંડ થવાનું જોખમ છે.

                                           • બ્રિટિશ એરવેઝ સમયસર વેક્સિન પાસપોર્ટ જારી કરશે

અગાઉ નક્કી કર્યા મુજબ આગામી ૧૭મી મેથી ઈન્ટરનેશનલ ટ્રાવેલ ફરીથી શરૂ થઈ શકે તે માટે બ્રિટિશ એરવેઝ નિર્ધારિત સમય મુજબ ડિજીટલ ગ્લોબલ વેક્સિન પાસપોર્ટ જારી કરશે. બે કોવિડ -૧૯ વેક્સિન લેનારા પેસેન્જરો પોતે પ્રવાસ માટે સલામત છે તે પૂરવાર કરવા તેમની વેક્સિનેશનની વિગતો તેમના સ્માર્ટફોન દ્વારા એરવેઝના એપમાં આપી શકશે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter