સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Tuesday 30th March 2021 16:12 EDT
 

• ચોરને ફરી ગુનો કરતો અટકાવવા GPS ટેગ લગાવાશે

સતત ગુના આચરતા લોકો પર કાર્યવાહીના ભાગરૂપે જેલમાંથી છૂટેલા ચોરો, લૂંટારા અને ઉઠાવગીરોની હિલચાલ પ પર ૨૪ કલાક ચાંપતી નજર રાખવા માટે તેમના પર જીપીએસ ટેગ લગાવવામાં આવશે. ટેગ દ્વારા મળેલી માહિતીથી પોલીસ દરેક ચોરી વખતે તેમની હિલચાલની વિગતોની ચકાસણી કરશે જેથી તે આ ચોરીમાં સંડોવાયેલ હતો કે કેમ તે નક્કી કરી શકાશે. આ યોજના આગામી ૧૨ એપ્રિલથી છ પ્રદેશમાં અમલી બનાવાશે. જે ગુનેગારોએ એક વર્ષ અથવા તેથી વધુની સજા ભોગવી હશે તેમની હિલચાલ પર નજર રખાશે.


• મિશનરીની માલિકીના ગુલામોના વંશજો માટે પેકેજ

૧૯મી સદીમાં મિશનરીની માલિકીના અને મિશનરીએ વેચેલા ગુલામોના વંશજો નોર્થ અમેરિકામાં જીસ્યૂટ ઓર્ડર ઓફ પ્રિસ્ટ્સ દ્વારા રચાયેલા ૧૦૦ મિલિયન ડોલરના ફંડમાંથી મદદ મેળવવાને યોગ્ય ગણાશે. અમેરિકામાં ગુલામી માટે નુક્સાનીની ભરપાઈ કરવા માટેનું આ સૌથી મોટું પેકેજ મનાય છે. ૧૮૩૮માં મેરીલેન્ડમાં મિશનરી દ્વારા વેચાયેલા ૨૭૨ પુરુષ, મહિલા અને બાળકોના ૫,૦૦૦ વંશજોને આ ફંડમાંથી શૈક્ષણિક ગ્રાન્ટ અને સ્કોલરશિપ અપાશે. 

• સ્વસ્થ રહેવા પુષ્પોની સુગંધ માણો

આ વસંત ઋતુમાં ફરતાં ફરતાં થોડાંક અટકીને પુષ્પોની સુંગંધ માણશો તો તેનાથી તમને રાહતની પળો મળશે એટલું જ નહીં પરંતુ, એકંદરે તમારું સ્વાસ્થ્ય સારું કરવામાં તે મદદરૂપ થઈ શકશે. નેશનલ ટ્રસ્ટ સ્વાસ્થ્યના લાભ માટે હનામી - પુષ્પોને નિહાળવા અને માણવા - ની જાપાનીઝ પરંપરાને પ્રોત્સાહન આપી રહ્યું છે.વધતાં જતા પૂરાવા સૂચવે છે કે દરરોજ કુદરતને માણવી સ્વાસ્થ્ય માટે સારું અને વાતાવરણની નીકટ લઈ જાય છે.  

• વહેલા બ્રેકફાસ્ટ કરવાથી ડાયાબિટીસનું જોખમ ઘટે

સવારે વહેલા બ્રેકફાસ્ટ લેવાથી ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ ઘટી શકે તેમ સંશોધનના તારણમાં જણાવાયું છે.સવારે 8.30 પહેલા બ્રેકફાસ્ટ કરતા લોકોમાં બ્લડ સુગર અને ડાયાબિટીસ જેને લીધે થાય છે તે ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સનું પ્રમાણ ઓછું હોય છે. વ્યક્તિ ગમે ત્યારે ખાવાનું બંધ કરે પણ તેનું પ્રમાણ ઓછું રહે છે. શિકાગોની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના ડો. મરિયમ અલીએ જણાવ્યું કે સમયગાળાને બદલે વ્યક્તિ કયા સમયે નાસ્તો કરે છે તેની સાથે ચયાપચયની પ્રક્રિયા ગાઢ રીતે સંકળાયેલી છે.   


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter