• BBCના એક્ઝિક્યુટિવ્સના પગારમાં ૪૦ ટકાનો વધારો
BBCનોકરીમાં કાપ અને ઈન્ફ્લેશન લાઈસન્સથી ઓછી ફીના ડીલ માટે તૈયારી કરી રહ્યું હોવા છતાં તેના ૫૦ ટકા જેટલાં ટોચના એક્ઝિક્યુટિવ્સના પગારમાં ૪૦ ટકા સુધીનો વધારો કર્યો હતો. બીબીસીની ટેનસ્ટ્રોંગ એક્ઝિક્યુટિવ કમિટીના પાંચ સભ્યોનો પગાર વધારવામાં આવ્યો હતો. તેમાં ગયા વર્ષે હોદ્દો સંભાળતી વખતે થયેલા કરારના ભાગરૂપે ડિરેક્ટર જનરલ ટીમ ડેવીનો પગાર ગયા મહિને ૧૬.૬ ટકા વધીને ૫૨૫,૦૦૦ પાઉન્ડ થયો હતો. કમિટીના કેટલાંક સભ્યોનો પગાર વધારો પ્રમોશન પછી થયો હતો.
• પોલીસ ઓફિસર પર દુષ્કર્મનો આરોપ
સ્ટીવનેજના ૪૬ વર્ષીય મેટ્રોપોલિટન પોલીસ ઓફિસર ડેવિડ કેરિકે ગયા વર્ષે ૪ સપ્ટેમ્બરે મહિલા પર કથિત હુમલો કર્યો હતો. તે પેરામિલિટરી અને ડિપ્લોમેટિક પ્રોટેક્શન કમાન્ડમમાં ફરજ બજાવે છે. તેની ૨જી સપ્ટેમ્બરે ધરપકડ કરાઈ હતી. તે હેટફિલ્ડ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થયા હતા.
• સ્ટાફ સાથે મેનોપોઝની ચર્ચા માટે ટ્રેનિંગ
બ્રિટનના મોટા એપ્લોયર્સ પૈકી એક સ્ટાફ સાથે મેનોપોઝની ચર્ચા માટે ટ્રેનિંગ આપશે. યુકેમાં ૨૨,૦૦૦ લોકોને રોજગારી પૂરી પાડતી એકાઉન્ટન્સી કંપની PwC મહિલાઓને તેઓ મેનોપોઝનો અનુભવ કરી રહી છે કે તે મેનોપોઝ તરફ વધી રહી છે તે ચકાસવા માટે હેલ્થ ઈન્સ્યુરન્સ આપશે. કંપનીમાં ૪૭ ટકા મહિલા કર્મચારી છે. ૪૫થી ૫૫ વચ્ચેની વયે મહિલાઓ મેનોપોઝમાં આવે છે. ની છે. ૨૦૧૯ના સર્વેમાં જણાયું હતું કે યુકેમાં મેનોપોઝના લક્ષણોનો અનુભવ થતા એક મિલિયન મહિલાઓએ જોબ છોડી દીધી હતી.
• હવે GB સ્ટીકર્સનો અંત
હવે GB માન્ય ન હોવાથી યુરોપમાં વાહન ચલાવતા મોટરીસ્ટે યુકે નંબરપ્લેટ અથવા સ્ટીકર લગાવવું જ પડશે. તાજેતરમાં અમલી બનેલો આ ફેરફાર બ્રેક્ઝિટના સંદર્ભમાં ઉત્તર આયર્લેન્ડના સમાવેશ માટે કરાયો હતો, કારણ કે ગ્રેટ બ્રિટનમાં માત્ર ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડનો જ ઉલ્લેખ થાય છે.
• શરણાર્થીઓને આલ્બેનિયા મોકલાશે
હોમ ઓફિસની લીક થઈ ગયેલી દરખાસ્તો મુજબ બ્રિટન પહોંચવા માટે નાની બોટોમાં ચેનલ પાર કરીને આવતા માઈગ્રન્ટ્સ અને શરણાર્થીઓને કદાચ હવાઈમાર્ગે આલ્બેનિયાના ડિટેન્શન સેન્ટર લઈ જવાશે. જોકે, ચર્ચા વિચારણા ચાલી રહી હોવાનું મનાય છે અને પ્રીતિ પટેલ ડીલ થાય તે માટે ઉત્સુક છે. સત્તાવાર આંકડા મુજબ ૨૦૨૦માં ૮,૪૨૦ની સરખામણીમાં આ વર્ષે ૧૬,૪૦૦ લોકો ચેનલ પાર કરીને આવ્યા હતા.