સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 10th July 2019 07:43 EDT
 

• ધૂમ્રપાન કરતાં સ્થૂળતાને લીધે વધુ કેન્સર થાય છે

હવે કેન્સર થવાના મુખ્ય કારણોમાં ધૂમ્રપાનનું સ્થાન સ્થૂળતાએ લીધું છે. નવા સંશોધન મુજબ હવે ધૂમ્રપાન કરતાં વધુ પડતાં વજનને લીધે આંતરડા, કિડની, ગર્ભાશય અને લીવરના વધુ ૪,૦૦૦ કેસ નોંધાય છે. બ્રિટિશ વયસ્કોમાંથી અંદાજે ૨૯ ટકા સ્થૂળ છે. ધૂમ્રપાન કરતાં વજનની સમસ્યાને લીધે ગર્ભાશયના ૪૦૦ વધુ અને લીવરના કેન્સરના વધુ ૧૮૦ કેસ નોંધાયા હોવાનું અભ્યાસમાં જણાયું હતું.

                                    • બ્રિટનમાં શરાબની સમસ્યા ધારણા કરતાં વધુ ગંભીર

હોસ્પિટલમાં સારવાર લેતા દસ દર્દીઓમાંથી એક શરાબ પર જ નિર્ભર રહેતો હોય છે અને તેમની શરાબ પીવાની ટેવ વિશ વધુ પ્રશ્રો પૂછવા માટે ડોક્ટરોને પ્રોત્સાહિત કરવા જોઈએ તેમ અભ્યાસમાં જણાયું હતું. હોસ્પિટલમાં જે ૧.૬ મિલિયન લોકો એક યા બીજા કારણસર મૃત્યુ પામ્યા તેમાં દર પાંચમાંથી એક અતિશય પ્રમાણમાં શરાબસેવન કરતા હતા. દસમાંથી એક વ્યક્તિ શરાબ પર જ નિર્ભર રહેતી હોવાનું કિંગ્સ કોલેજ લંડનના સંશોધનમાં જણાયું હતું. સંશોધકોએ હોસ્પિટલમાં કોઈ પણ કારણસર દાખલ કરાયેલા દર્દીની તપાસ માટે અનુરોધ કર્યો હતો.

                                  • કેમીસ્ટ્રીના પ્રયોગ દરમિયાન દાઝેલા વિદ્યાર્થીને જંગી વળતર

અમેરિકાના મેનહટનમાં જ્યૂરીએ કેમીસ્ટ્રીના પ્રયોગ દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીને ૬૦ મિલીયન ડોલરનું જંગી વળતર મંજૂર કર્યું હતું. હાલ ૨૧ વર્ષનો એલોન્ઝો યેન્સ ૧૬ વર્ષનો હતો ત્યારે ન્યૂયોર્કની બીકન હાઈસ્કૂલમાં કેમીસ્ટ્રી ટીચરે મીનરલ સોલ્ટ ભરેલી ડિશ પર મીથેનોલનો એક જગ રેડ્યો હતો. તેથી મીથેનોલ સળગ્યો હતો અને આગની જ્વાળાઓમાં તે દાઝી ગયો હતો. 

• ધૂમ્રપાન કરતાં સ્થૂળતાને લીધે વધુ કેન્સર થાય છે

હવે કેન્સર થવાના મુખ્ય કારણોમાં ધૂમ્રપાનનું સ્થાન સ્થૂળતાએ લીધું છે. નવા સંશોધન મુજબ હવે ધૂમ્રપાન કરતાં વધુ પડતાં વજનને લીધે આંતરડા, કિડની, ગર્ભાશય અને લીવરના વધુ ૪,૦૦૦ કેસ નોંધાય છે. બ્રિટિશ વયસ્કોમાંથી અંદાજે ૨૯ ટકા સ્થૂળ છે. ધૂમ્રપાન કરતાં વજનની સમસ્યાને લીધે ગર્ભાશયના ૪૦૦ વધુ અને લીવરના કેન્સરના વધુ ૧૮૦ કેસ નોંધાયા હોવાનું અભ્યાસમાં જણાયું હતું.

• £૨૫૦ ની ‘ફર્ટિલિટી ડ્રીપ’થી કોઈ લાભ નહીં.

૨૫૦ પાઉન્ડની ‘ફર્ટિલિટી ડ્રીપ’ને લીધે તબીબી રીતે કોઈ લાભ થતો હોવાના પુરાવા ન હોવાનું બ્રિટિશ પ્રેગનન્સી એડવાઈઝરી સર્વિસ દ્વારા જણાવાયા બાદ તે ડ્રીપના ઉત્પાદકોએ બજારમાંથી તે પાછી ખેંચી લીધી હતી. અન્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તેનાથી પ્રજનનની ખોટી આશા થતી હતી. ‘ગેટ અ ડ્રીપ’ દ્વારા સ્લીમ ડ્રીપ અને એન્ટિ-એજીંગ ડ્રીપ સહિત નસની અંદર લેવાના ઘણાં ઉત્પાદનો ઉપલબ્ધ છે. તેમાં કેટલાંક પેકેજની કિંમત ૩૦૦૦ પાઉન્ડ સુધીની છે.

ડોક્ટરની સહાયથી મૃત્યુ મામલે ડો. અનીસ ઈસ્માઈલે અભિપ્રાય બદલ્યો

બ્રિટનના સૌથી સિનિયર જીપી અનીઝ ઈસ્માઈલે ડોક્ટરની સહાયથી દર્દીના મૃત્યુના મામલે પોતાનો અભિપ્રાય બદલ્યો હતો અને મૃત્યુ નજીક હોય તેવા દર્દીઓને તેમના જીવનનો અંત કાયદેસર રીતે પોતાના ઘરે લાવવા દેવાની પરવાનગી આપવા અનુરોધ કર્યો હતો. જીપી અને સિરીયલ કિલર હેરોલ્ડ શીપમેન દ્વારા કરાયેલી હત્યાઓની તપાસમાં મેડિકલ એડવાઈઝર રહી ચૂકેલા અનીસ ઈસ્માઈલે જણાવ્યું હતું કે સહાયિત મૃત્યુ વિશેની વાતચીત ‘છૂપી’ રાખવાથી અત્યાચાર વધી શકે.

અશ્વેત વિદ્યાર્થીઓને નપાસ કરતાં યુકેના સ્કૂલટીચરો

પોતાના વિદ્યાર્થીઓના મિત્રો બનવાનો પ્રયત્ન કરતા યુકેની સ્કૂલોના ટીચરો અશ્વેત વિદ્યાર્થીઓને નપાસ કરતા હોવાની નિષ્ણાતે ચેતવણી આપી હતી. ચેરિટી જનરેટિંગ જીનીયસના ચીફ એક્ઝિક્યુટિવ ડો. ટોની સેવેલે જણાવ્યું હતું કે આફ્રો-કેરેબિયન વિદ્યાર્થીઓ ઉચ્ચ શિસ્તયુક્ત અને સુગઠિત સ્કૂલ વાતાવરણ ઈચ્છતા હોય છે.

Phaemacy2U લેસ્ટરમાં રોબોટિક પીકીંગ ફેસિલીટી ઉભી કરશે

બ્રિટનના સૌથી મોટા ઓનલાઈન કેમિસ્ટ Phaemacy2Uહરિફ ફાર્મસીને ટક્કર આપવા અને વધતા જતાં ગ્રાહકોની માગને પહોંચી વળવા વિસ્તરણ માટે આવતા વર્ષે લેસ્ટરમાં રોબોટિક પીકીંગ ફેસિલીટી શરૂ કરશે. આ સુવિધા લગભગ સંપૂર્ણપણે સ્વયંસંચાલિત હશે અને દર મહિને દવાની ૬.૫ મિલિયન આઈટમો તૈયાર કરવાની ક્ષમતા ધરાવતી હશે. તેના હાલના લીડ્સ ખાતેના વેરહાઉસની ક્ષમતા ૧.૨ મિલિયન આઈટમ્સની છે.

મહિલાઓએ ઘરે ‘ચીફ એક્ઝિક્યુટિવ’ બનવાનું બંધ કરવું જોઈએ

ટોચના હોદ્દા પર નોકરી કરતી મહિલાઓએ ‘ફેમિલી ચીફ એક્ઝિક્યુટિવ’ બનવાનું બંધ કરીને બાળકને ડોક્ટર પાસે લઈ જવા અને સવારે બાળકને તૈયાર કરવા જેવા ઘરેલૂ કામકાજ માટે પિતાને વધુ સમાન ભૂમિકા આપવી જોઈએ તેમ વેસ્ટ લંડનમાં આવેલી બ્રિટનની ટોચની ગર્લ્સ સ્કૂલ સેન્ટ પોલ્સ ગર્લ્સ સ્કૂલના ભૂતપૂર્વ હાઈ મિસ્ટ્રેસ ક્લેરિસા ફરે જણાવ્યું હતું.

બ્રિટનના પ્રથમ ગણાતા કિસ્સામાં આર્ચબિશપે પત્નીને પાદરી બનાવી

યોર્કના આર્ચબિશપ ડો. જહોન સેન્ટામુએ બ્રિટનની પ્રથમ કહી શકાય તેવી સર્વિસમાં પોતાની પત્નીને વિધિવત પાદરી બનાવી હતી. જોકે, તે અંગેની વિધિ બિશપોએ અગાઉ કરી હોવાના કિસ્સા નોંધાયેલા છે. તેમણે ગઈ ૩૦ જૂને શ્રીમતી સેન્ટામુ સહિત ૧૨ને યોર્ક મિન્સ્ટરમાં પાદરી બનાવ્યા હતા. ડો. સેન્ટામુ આવતા વર્ષે રિટાયર થવાના છે ત્યારે ૨૦ વર્ષની મહેનત બાદ પોતે પાદરી બન્યા તે અંગે શ્રીમતી સેન્ટામુએ ખુશી વ્યક્ત કરી હતી..

લેસ્ટર ઈસ્લામિક સેન્ટરને સંદેશ બદલ ચેતવણી

પોતાના ધર્મનો ત્યાગ ન કરનારા લોકોને જીવવાનો કોઈ અધિકાર નથી તેવી જાહેરાત કરનારી આસિસ્ટન્ટ મેયર ઓફ લેસ્ટર સાથે સંકળાયેલી ઈસ્લામિક ચેરિટીને ચેરિટી કમિશન દ્વારા ચેતવણી અપાઈ હતી. પોતાની વેબસાઈટ પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકનારી આ ચેરિટી પર કમિશન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

ફળો અને શાકભાજીમાં રહેલા કણોનું કાર્ય કેન્સરની દવા જેવું

નારંગી ગાજર, કોબીજ અને દ્રાક્ષમાં લાઈસન્સવાળી દવાઓ જેટલા જ પ્રમાણમાં કેન્સર સામે લડત આપતા કણો સમાયેલા હોવાનું સંશોધકોએ જણાવ્યું હતું. ફળો અને શાકભાજી કેન્સરનું જોખમ ઘટાડે છે તે જાણીતી વાત છે પરંતુ, ઈમ્પિરિયલ કોલેજ લંડનના સંશોધકો માને છે કે તેમાં સંકળાયેલા ચોક્કસ કણો વિશેની માહિતી નવા ‘હાયપરફૂડ્સ’ અને ડાયેટ પ્લાન્સની રચનામાં મદદરૂપ થઈ શકે.

                                • કોર્ટમાં પોતાના પર એસિડ નાખનાર ઠગનું મોત

ગયા એપ્રિલમાં ઈનર લંડન ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાના પર એસિડ નાખનાર સાઉથ લંડનના વુલવીચના ૫૫ વર્ષીય માર્ક માર્શલનું બે મહિના બાદ મૃત્યુ થયું હતું. ૧૩૫,૦૦૦ પાઉન્ડના ચેક ફ્રોડના કેસમાં તેને સજા સંભળાવવામાં આવી રહી હતી ત્યારે તેણે એસિડ નાખ્યો હતો. તેની હાલત ગંભીર બની ગઈ હતી. તે ગુના આચરવા માટે નામ બદલતો હતો. તે અગાઉ ૪૬ ગુનામાં દોષી ઠર્યો હતો. એક વખત તેણે હેરોડ્સમાંથી ૨૧૬,૦૦૦ પાઉન્ડની ઘડીયાળ ઉઠાવી હતી.

                                   • ઉંદર કરડ્યાના ચાર દિવસમાં મહિલાનું મોત

૩૪ વર્ષીય સિમોન સ્ટેપ્લીને ગયા વર્ષે નવેમ્બરમાં તેણે પાળેલો ઉંદર કરડ્યો હતો અને ચાર દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું, તેમ ઈન્ક્વેસ્ટમાં જણાવાયું હતું. કોરોનરે ઉંદર કરડે તો કેવું ગંભીર જોખમ ઉભું થઈ શકે તેની ચેતવણી આપી હતી. ઉંદર કરડ્યા પછી તેને તાવ આવ્યો હતો. એક એનએચએસ વર્કરે તેને જીપી પાસે સારવાર માટે જવા સલાહ આપી હતી. પરંતુ, તે ગઈ ન હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter