• પાલતુ પ્રાણીઓ પાછળ જંગી ખર્ચ
જેઓ ફાર્મમાંથી શ્વાનના બચ્ચાં અને બિલાડીનાં બચ્ચા લાવીને પાળી રહ્યાં છે તેમને વર્ષે અંદાજે ૫૦૦૦ પાઉન્ડ જેટલો ખર્ચ પશુવૈદને ત્યાં કરવો પડી શકે તેમ છે. આ ખર્ચ નવા માલિકોને પહેલા વર્ષે કરવો પડી શકે તેમ તાજેતરમાં થયેલા એક સરકારી સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું. જાનવરો માટેના દર પાંચ તબીબોમાંથી એકે જણાવ્યું હતું કે નવા લેવામાં આવેલા જાનવરોની સ્વાસ્થ્ય પરિસ્થિતિ પર તેમનું ધ્યાન છે અને તેઓ જરુર પડ્યે પોલીસને પણ જાણ કરી રહ્યાં છે.
• ઇસ્લામોફોબિયા મુદ્દે ૨૪ કન્ઝર્વેટિવ સભ્ય સસ્પેન્ડ
ઇસ્લામોફોબિયા મુદ્દે ઓનલાઇન કોમેન્ટ પોસ્ટ કરવા મુદ્દે કન્ઝર્વેટિવ પાર્ટીના બે ડઝન કરતાં વધુ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ થનારા સભ્યોમાં પાંચ કાર્યરત કાઉન્સિલર પણ સામેલ છે.
• ચીનમાં મલ્ટીનેશનલ સપ્લાય ચેન માટે કામ શરૂ
ચીન ખાતેના લઘુમતી સમુદાય ઉઈઘુરના લોકો હવે પોતાનાં ઘર અને સામૂહિક અટકાયત કેમ્પો ખાતેથી નિકળીને કામના સ્થળે પરત ફરી રહ્યાં છે. એક નવી માહિતી અનુસાર એપલ અને હુવેઈ સહિતની અનેક મલ્ટીનેશનલ કંપનીઓ માટે તેમને બળજબરીપૂર્વક કામે લગાડવામાં આવ્યા છે. તેઓ શરતોને આધિન રહીને કામના સ્થળે પરત ફરી રહ્યાં છે.
• કોરોનાથી આઈફોન અને કોકની સપ્લાયને અસર
વૈશ્વિક મહામારી કોરોનાવાયરસને કારણે આઈફોન અને કોકા-કોલા સહિતની નફો રળનાર પ્રોડક્ટ્સના વેચાણમાં પણ અસર પહોંચી છે. પુરવઠાને અસર થતાં આવી પ્રોડક્ટનું વેચાણ ઘટ્યું છે. ચીન ખાતેના બંદરો ખાતે આવી અનેક કંપનીઓના કન્ટેઇનરો ખાલી પડી રહ્યાં છે. તેની અસર બહુરાષ્ટ્રીય કંપનીઓની સપ્લાય ચેઇનને થઇ રહી છે. ગત સપ્તાહે કોકા-કોલાએ જણાવ્યું હતું કે ડાયેટ કોક અને કોકા-કોલા ઝીરોમાં ઉપયોગમાં લેવાતું સ્વીનર્સ સહિતના પદાર્થોની ઉપલબ્ધતા ઘટી રહી હોવાથી ઉત્પાદન અને નિકાસને પણ અસર પહોંચી રહી છે.
• નવા માઇગ્રન્ટ કેમ્પનો વિરોધ, સેંકડો ઈજાગ્રસ્ત
લેસબોસ આયલેન્ડ નવા માઈગ્રન્ટ કેમ્પ સામે વિરોધ દર્શાવવા ૧૦૦૦થી વધારે લોકોએ વિશાળ રેલી યોજી હતી. અગાઉ થયેલ હિંસક અથડામણમાં ૪૩ પોલીસ અધિકારી સહિત ૬૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. નજીકમાં જ આવેલા કીઓસ આયલેન્ડ ખાતે પણ વિરોધ પ્રદર્શન શરુ થયું હતું. ત્યાં ૩૮૦૦૦ માઇગ્રન્ટ્સને રાખી શકાય તેવા વિશાળ કેમ્પનું કામ શરૂ થયું છે. બન્ને આયલેન્ડના કેમ્પની સત્તાવાર ક્ષમતા ૬૨૦૦ છે.
• પાકિસ્તાનને તીડના હુમલાથી ચાઈનીઝ ડક આર્મી બચાવશે
પાકિસ્તાનને તીડના હુમલાથી બચાવવા માટે ચીન વહારે આવ્યું છે. આ માટે ચીન દ્વારા એક લાખ બતક તૈયાર કરવામાં આવ્યા છે. આફ્રિકાથી પાકિસ્તાન પહોંચેલા તીડના હુમલા સામે આ બતકો રક્ષણ આપશે. સંશોધનકર્તાઓ દ્વારા બાયોલોજીકલ વેપન્સ તરીકે ઓળખ પામેલા આ બતકોની સેનાને ચીનના ઈસ્ટર્ન પ્રોવિન્સ ખાતેના ઝેઝીયાન્ગ ખાતેથી ટૂંક સમયમાં પાકિસ્તાન મોકલાશે. એક બતક આખા દિવસમાં ૨૦૦ જેટલી તીડ ઝાપટી શકે તેવી ક્ષમતા ધરાવે છે. ચાઈના તેને ડક આર્મી તરીકે ઓળખાવે છે.
• ડિગ્રીધારક કરતાં વગર ડિગ્રીવાળા વધારે કમાય છે
તાજેતરમાં થયેલા એક સંશોધન અનુસાર યુનિવર્સિટીમાંથી સ્નાતક થનારા પ્રત્યેક પાંચમાંથી એક ડિગ્રીધારક આખા વર્ષ દરમ્યાન ડિગ્રી નહીં ધરાવનાર વ્યક્તિ કરતાં ઓછું કમાય છે. સરકાર વતી આ સર્વેક્ષણ કરનાર સંસ્થા ઈન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે મોટાભાગના સ્નાતકો ડિગ્રીને સારા રોકાણ તરીકે માને છે. અભ્યાસ અનુસાર યુનિવર્સિટી નહીં જનારાઓમાંથી પુરુષો કરકપાત બાદ ૧૩૦૦૦૦ પાઉન્ડ સુધીની તો મહિલાઓ એક લાખ પાઉન્ડ સુધીની વાર્ષિક કમાણી કરી લે છે.
• ક્રેડિટ સ્યુસ છોડનાર ઇકબાલ ખાનને ૮.૧ મિલિયન ડોલરનું ચૂકવણું
ગયા વર્ષે ક્રેડિટ સ્યુસના ચીફ એક્ઝિક્યુટીવ તિડજાન થીયામ સાથે તકરાર થયા પછી સંસ્થા છોડનારા મોટા ગજાના પ્રાઇવેટ બેન્કર ઇકબાલ ખાનને એક સમયના પેમેન્ટ બદલ ૮.૧ મિલિયન ડોલરનું ચૂકવણું કરવામાં આવ્યું છે. તેઓ સ્વિસ બેન્કના હરીફ યુબીએસ સાથે જોડાયા છે.
• પેન્શન પોટ ખાલી થયા પછી વૃદ્ધાવસ્થામાં ગરીબીની દહેશત
દર વર્ષે નવા પેન્શન ફ્રિડમ્સનો લાભ લેતા હજારો લોકો પૈકી ઘણાં લોકો તેમના પોટસમાંથી પ્રથમ પાંચ વર્ષમાં જ ૩૦ બિલિયન પાઉન્ડ ઉપાડી લેશે તે પછી વૃદ્ધાવસ્થામાં ગરીબ બની જશે તેવો ભય હોવાનું એસોસિએશન ઓફ બ્રિટિશ ઈન્સ્યુરર્સ દ્વારા જણાવાયું હતું. એસોસિએશને સાવચેતીના નવા પગલાં લેવા અનુરોધ કર્યો હતો. ૨૦૧૮-૧૯માં ૩૫૦,૦૦૦ પેન્શન પોટ ખાલી થઈ ગયા હતા. તેને લીધે બચતકારો તેમની આવકના પ્રમાણમાં ખર્ચ કરતા હતા કે કેમ તેવો પ્રશ્ર ઉભો થયો હતો.
• ન્યાયપ્રણાલિમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરાવવા એટર્નીનું વચન
સરકારના સિનિયર લો ઓફિસર ૩૯ વર્ષીય સ્વેલા બ્રેવરમેને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં લોકોનો પુનઃવિશ્વાસ સ્થાપિત કરાવવાનું વચન આપ્યું હતું. તેમને તાજેતરમાં બોરિસ જહોન્સન સરકારમાં એટર્ની જનરલ તરીકે બઢતી મળી હતી. ગયા જાન્યુઆરીમાં કન્ઝર્વેટિવ હોમ વેબસાઈટ પર તેમણે આ વાત લખી હતી. તેમના મંતવ્યો વડા પ્રધાન જહોન્સન તથા તેમના ચીફ એડવાઈઝર ડોમિનિક કમિંગ્સ સાથે મળતા આવતા હોવાથી તેમની આ હોદ્દે નિમણુંક કરાઈ હોવાની અટકળો ચાલી હતી.
• સમલૈંગિક અને વંશીય લઘુમતીઓને ટીવી પર વધુ પડતું મહત્ત્વ
બ્રિટિશ ટેલિવિઝન પર સમલૈંગિકો અને વંશીય લઘુમતીઓને વધુ પડતા દર્શાવવામાં આવતા હોવાનું અભ્યાસમાં જણાયું હતું. આંકડા મુજબ દેશમાં કાર્યરત લોકોની કુલ સંખ્યામાં ૧૩ ટકા જેટલાં અશ્વેત અને વંશીય લઘુમતી (BAME)ના છે. પરંતુ, ઓન-સ્ક્રીન રોલમાં તેમને ૨૩ ટકા સ્થાન મળે છે. ડ્રામા પ્રોગ્રામ્સમાં તેમનું વધુ પડતું પ્રતિનિધિત્વ હોય છે. વંશીય લઘુમતીના કલાકારો ૨૬.૪ ટકા જેટલાં ઈનામો જીતે છે. ચીલ્ડ્રન્સ ટીવીમાં ૩૦.૩ ટકા અને કોમેડીમાં ૨૪.૯ ટકા ઈનામો મેળવે છે. સમલૈંગિકો અને બાયસેક્સ્યુઅલ લોકો અંદાજે ૬.૪ ટકાની સામે બમણાં એટલે કે ૧૧.૯ ટકા જેટલાં રોલ લે છે.
• લાંબી ઉંઘથી કેન્સર સહિતના રોગનું જોખમઃ અભ્યાસ
તાજેતરમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં જણાયું છે કે વધુ પડતી ઉંઘને કારણે હૃદયરોગ તથા કેન્સર થવાનું જોખમ વધી જાય છે. અભ્યાસ દરમ્યાન સંશોધનકર્તાઓને જાણવા મળ્યું કે લાંબી ઉંઘ ખેંચનારાઓ કે જેઓ ૬૫ વર્ષથી વધુની વયવાળા છે અને જેઓ ક્રોનિક ડેટાઈમ સ્લીપનેસથી પિડાય છે તેમને ડાયાબિટીશ, હાઈ બ્લડપ્રેશર ઉપરાંત કેન્સર તથા હૃદયરોગ થવાનું જોખમ બમણું થઇ જાય છે.
• હિથ્રો એરપોર્ટ ખાતે વર્કરોની હડતાળ
હિથ્રો એરપોર્ટ ખાતે વર્કરોની અથવાડિયા લાંબી હડતાળનું એલાન થયું છે. તેઓ વેતનના મુદ્દે એક અથવાડિયા લાંબી હડતાળ પર છે. યુનાઇટ યુનિયનના સભ્યો ૯મી માર્ચની મધ્યરાત્રિ સુધી હડતાળ પર રહેવાના છે. તેમની આ હડતાળને પગલે હિથ્રો એરપોર્ટ ખાતે મુસાફરોને હાલાકી પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
• પ્રિન્સ એન્ડ્રૂ વિરુદ્ધ નવા પુરાવા અમેરિકાની કોર્ટમાં
પ્રિન્સ એન્ડ્રૂ સામે થયેલ યૌનશોષણની ફરિયાદ મુદ્દે નવો વળાંક આવ્યો છે. અમેરિકાની કોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ કેસમાં નવા પૂરાવા મળ્યા છે. પ્રિન્સ એન્ડ્રૂ સામે મહિલાએ ફરિયાદ કરી છે તે તેણી ટીનએજ હતી ત્યારે તેને સેક્સ માટે દબાણ કરવામાં આવ્યું હતું. આવનારા મહિને અમેરિકાની કોર્ટમાં આ પૂરાવા રજૂ કરાશે. જ્યારે ડ્યૂક ઓફ યોર્કના વકીલના દાવા અનુસાર પ્રિન્સ એન્ડ્રૂ આ મહિલા કે જેની હાલ ૩૬ વર્ષની વય છે તેને અગાઉ ક્યારેય મળ્યા નથી.

