• B&Mના ૩૦,૦૦૦ વર્કરને એક વીકના વેતનની થેન્ક યુ ગિફ્ટઃ
B&M એ જાહેરાત કરી હતી કે તે ૩૦,૦૦૦ શોપ ફ્લોર વર્કરોને વધારાનો એક વીકનો પગાર થેન્ક યુ ગિફ્ટ તરીકે આપશે. ક્રિસમસ દરમિયાન વેચાણમાં ભારે વધારો થતાં સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ સાયમન અરોરા ૩૦ મિલિયન પાઉન્ડનું પેઆઉટ મેળવશે. B&M તમામ NHS વર્કર્સને વધુ ૧૦ ટકા ડિસ્કાઉન્ટ પણ આપશે. પહેલા લોકડાઉનમાં તેમને ૩ મિલિયન પાઉન્ડનું ડિસ્કાઉન્ટ અપાયું હતું. ઈંગ્લેન્ડમાં કોવિડ -૧૯ના નિયંત્રણો અમલી હોવા છતાં બર્મિંગહામ અને મીડલેન્ડ્સમાં સ્ટોર્સ ચલાવતા બાર્ગેઈન રિટેલર્સના વેચાણમાં ભારે વધારો નોંધાયો હતો. ફૂડ, ડ્રિંક્સ અને ટોઈલેટરીઝ, ક્લિનિંગ પ્રોડક્ટ્સ, મેડિસીન્સ જેવી વિવિધ વસ્તુઓ વેચતી આ ચેઈન યુકેમાં અગ્રણી ડિસ્કાઉન્ટ રિટેલરો પૈકીની એક B&M તેના ૬૭૦ થી વધુ સ્ટોરમાં DIY પ્રોડક્ટ્સ પણ વેચે છે.
• લેબરના પૂર્વ ચીફે કોવિડ વેક્સિન અંગે શંકા દર્શાવતા ટીકાઃ
કોવિડ વેક્સિન પર શા માટે વિશ્વાસ રાખવો જોઈએ તેવી શંકા વ્યક્ત કરીને જે ઝડપે બે જેબને માન્યતા આપવામાં આવી તે અંગે ચિંતા વ્યક્ત કરવા બદલ લેબર પાર્ટીના પૂર્વ ચીફ ઈયાન લેવેરી રોષનો ભોગ બન્યા હતા. લેબર લીડર કેર સ્ટાર્મર એન્ટિ-વેક્સ કેમ્પેઈન વિશે બોલ્યા હતા અને જણાવ્યું કે તેનો સામનો કરવા માટે તાકીદે કાયદાનું તેઓ સમર્થન કરશે. જોકે, લેવેરીએ પાછળથી ટ્વિટમાં જણાવ્યું કે તેમના શબ્દોનું યોગ્ય અર્થઘટન કરાયું નથી. તેમણે ઉમેર્યું કે તેઓ કોઈપણ રીતે વિરોધી હોવાના દાવાને નકારી કાઢે છે. તેમણે વૈજ્ઞાનિક સમુદાયે વેક્સિન અંગે મેળવેલી સિદ્ધિની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે દરેક લોકો વેક્સિન લે તેવું તેઓ ઈચ્છે છે. તેઓ ખરેખર તેમ ઈચ્છે છે અને તે જ મહત્ત્વનું છે.
• DHSCનો મહત્ત્વાવાકાંક્ષી હોસ્પિટલ પ્રોગ્રામ NHS ચીફ હસ્તકઃ
નવા દાયકાની શરૂઆતમાં ૪૦ હોસ્પિટલોમાં નવી સુવિધાઓના ફંડના આયોજનની દેખરેખ રાખવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર (DHSC)એ નોર્થ લંડનની ફાર્મ હોસ્પિટલના ચીફ અને નર્સ નાતાલિ ફોરેસ્ટની નિમણુંક કરી છે. ગયા વર્ષે કોરોના મહામારીની તાત્કાલિક પ્રતિક્રિયાના ભાગરૂપે તેમણે નેશનલ હેલ્થ સર્વિસ માટે NHS નાઈટીંગેલ લંડનનું બાંધકામ અને તેનો પ્રારંભ કરાવ્યો હતો. હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે જણાવ્યું કે ફોરેસ્ટ, નવી હોસ્પિટલ યોજનાના નિરીક્ષક બનવા સિનિયર અને અનુભવી છે. DHSCએ ૨૦૩૦ સુધીમાં ૪૦ હોસ્પિટલો માટે ફંડિંગ પૂરું પડાશે તેવો ૨૦૧૯માં દાવો કર્યો હતો. જોકે, તેમાંના ઘણાં પ્રોજેક્ટ્સ એક્સ્ટેન્શન્સ અથવા હયાત બિલ્ડીંગના ફેર બાંધકામના અથવા હયાત હોસ્પિટલોમાં વધારાની સુવિધા ઉભી કરવા માટે હોવાનું પાછળથી જણાતા તેની ટીકા થઈ હતી.

