બ્રિટનના સમાચાર ઉડતી નજરે...
• સેન્ટ્રલ લંડનમાં જવા માટે હવે કન્જેશન ચાર્જ ૧૫ પાઉન્ડ કરવામાં આવ્યો છે અને એ રાત્રિ અને વિકેન્ડ દરમિયાન પણ લાગુ પડશે.
• રવિવારે તા. ૨૧ જૂનના કકંણાકૃતિ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણનો નજારો દુનિયાના અમુક દેશોમાં જોવા મળશે. આ ખંડગ્રાસ ગ્રહણ ભારત ઉપરાંત એશિયા ખંડ, આફ્રિકા ખંડ અને દક્ષિણ યુરોપના કેટલાક ભાગોમાં દેખાશે.
• બ્રિટિશ ગર્વમેન્ટે કોવિડ-૧૯ના લોકડાઉનના તાજેતરમાં જ થોડી હળવાશ આપીને સૌને એક-બે મીટર અંતર રાખવાનું જણાવ્યું હોવા છતાં વેમ્બલીમાં જાણે મેળો જામ્યો હોય એવો નજારો જોવા મળ્યો.
• બ્રેન્ટમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા અને એશિયનોમાં મૃતકાંક પણ વધુ હતો છતાં શનિવારે તાપમાન ૨૨ ડિગ્રી હોવાથી વેમ્બલી હાઈરોડ પર થોકબંધ લોકો જોવા મળ્યા. એમાંય પ્રાઈમાર્ક કપડાંના સ્ટોરમાં શોપિંગ કરનારાની લાઈન એક માઈલ લાંબી જોવા મળી એટલું જ નહીં પણ બે વ્યક્તિ વચ્ચે કેટલાકે તો અંતર પણ રાખ્યું નહોતું.