સંજીવ ગુપ્તા સાથે સોદાબાજીઃ ટેક્સ કેસીસ પડતા મૂકાયા

Wednesday 09th March 2022 02:21 EST
 
 

લંડનઃ લિબર્ટી સ્ટીલ એમ્પાયરના માલિક સંજીવ ગુપ્તા તેમના બ્રિટિશ પ્લાન્ટ્સનું નેશનાલાઈઝેશન કરાતું અટકાવી શક્યા છે. લિબર્ટી સ્ટીલની અંદર જ બિઝનેસ કરવાની ચાર વાઈન્ડિંગ અપ પીટિશન્સ HMRC દ્વારા પડતી મૂકાઈ છે. સંજીવ ગુપ્તાના નહિ ચૂકવાયેલા 26મિલિયન પાઉન્ડના ટેક્સ બાબતે HMRC સાથે સોદાબાજી કરી લેવાઈ હતી.

કોર્ટ કેસીસની જાહેરાત કરાય તે પહેલા જ સોદાબાજી કરી લેવાઈ હતી જેથી HMRCની વાઈન્ડિંગ અપ પીટિશન્સની પીઠ પર ચડીને લેણદારો દ્વારા અન્ય દાવાઓની શક્યતાનો છેદ ઉડી ગયો હતો. ગુપ્તાના મુખ્ય ધીરાણકાર ગ્રીનસિલ કેપિટલનું પતન થયાંને એક વર્ષ પછી પણ તેમણે પોતાના સામ્રાજ્યનો અંકુશ જાળવી રાખી ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી. સીરિયસ ફ્રોડ ઓફિસ દ્વારા ગુપ્તાની પેરન્ટ કંપની GFG Alliance અને ગ્રીનસિલની તપાસ હાથ ધરાઈ હતી.

બીજી તરફ, HMRC દ્વારા કાનૂની ક્લેઈમ કરાયા પછી દેવાની ચૂકવણી ન થાય તો તેમની ચાર કંપની સત્તાવાર લિક્વિડેશનમાં મૂકાવાનો ડર હતો. અન્ય લેણદારો પણ તેની સાથે જોડાઈને ક્લેઈમ્સ કરે તેવી શક્યા હતી. સ્પેશિયાલિટી સ્ટીલનો ક્લેઈમની સુનાવણી આ મહિનાના ઉત્તરાર્ધમાં થવાની હતી. જોકે, HMRCના ક્લેઈમ્સ હવે પડતા મૂકાયા છે. સ્પેશિયાલિટી સ્ટીલ યુકે સામેનો કેસ શુક્રવારે પડતો મૂકાયો હતો જ્યારે, લિબર્ટી પાઈપ્સ (હર્ટલપૂલ), લિબર્ટી પરફોર્મન્સ સ્ટીલ્સ અને લિબર્ટી મર્ચન્ટ બાર સામેના ક્લેઈમ્સ ગત સોમવારે પાછાં ખેંચી લેવાયા હતા. નાદારીના જોખમથી ઓછાંમાં ઓછી 2000 નોકરીઓને સહન કરવું પડે તેમ હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter