લંડનઃ બ્રિટિશ કર સત્તાવાળાઓએ બિઝનેસ ટાયકૂન સંજીવ ગુપ્તાની લિબર્ટી પાઇપ્સ સામે કોર્ટમાં વાઇન્ડિંગ અપ પીટિશન દાખલ કરી છે. પીટિશનમાં દાવો કરાયો છે કે કંપની દ્વારા વેટ પેટે બાકી લેણા ચૂકવાયા નથી. જોકે લિબર્ટી પાઇપ્સે જણાવ્યું છે કે કંપનીએ એચએમઆરસીના લેણા સેટલ કરી દીધાં છે. કંપનીની કામગીરી સામે કોઇ જોખમ નથી. હાલ કંપનીમાં 178 કર્મચારી કામ કરે છે. અમે આ પીટિશન રદ કરાવવા એચએમઆરસીના સંપર્કમાં છીએ.


