સંતોષજનક સેવાયજ્ઞની ભરપૂર સરાહના બદલ અાભારવશની લાગણી

- કોકિલા પટેલ Tuesday 21st July 2015 13:39 EDT
 
બ્રિટનમાં ભારત અને ખાસ કરીને અાફ્રિકાથી અત્રે અાવી સ્થાયી થયેલી પહેલી પેઢીએ ખૂબ જહેમત ઉઠાવી પોતાના સંતાનોને અાપણો સંસ્કારવારસો સિંચી સુશિક્ષિત કર્યા છે. અાજે અાપણી અા વસાહતની ત્રીજી-ચોથી પેઢી અનેકવિધ ક્ષેત્રે ઉચ્ચ પદવીઅો હાંસલ કરી યશસ્વી સિધ્ધિ મેળવી રહી છે. અાપણા પરિવારોના પાયામાં ભારે પરિશ્રમ કરી પોતાનો પરસેવો સિંચી સંતાનોનું ઘડતર કરનાર પ્રેરણાદાયી પથદર્શક એવા વડીલોનું સન્માન કરવાનો સેવાયજ્ઞ "ગુજરાત સમાચાર" અને "Asian Voice”એ છેલ્લા ચારેક વર્ષથી અાદર્યો છે. અત્યાર સુધીમાં અમે લંડન સહિત લેસ્ટર, પ્રેસ્ટન અને માંચેસ્ટરમાં ૮૦ વર્ષથી ઉપરના ૪૦૦થી વધુ વડીલોનું સન્માન કર્યું છે. અંગ્રેજી અને ગુજરાતીમાં એમની તપશ્ચર્યા અને સંસ્કારવારસાની સરાહના કરતા શબ્દોને અાકર્ષક ફ્રેમમાં મઢી સન્માનપત્ર તૈયાર કરીએ છીએ. એમાં જે તે વડીલનો પાસપોર્ટ સાઇઝનો ફોટો મૂકી એમનું અાદરપૂર્વક સન્માન કરીએ છીએ. સાથે સાથે અા ૮૦ થી ૧૦૦ વર્ષના વડીલોને અાગલી હરોળમાં બેસાડી તંત્રીશ્રી સી.બી. પટેલ અને અમારું સાથીમંડળ તેમજ કાર્યક્રમનું અાયોજન કરનાર સંસ્થાઅોના અગ્રણીઅો અાપણા સમાજના અાધારસ્તંભ સમા વડીલોના રૂદિયે (હ્દયમાં) બિરાજતા પરમ અાત્માની અારતી કરી ધન્યતા અનુભવીએ છીએ. અાવા વડીલોના સન્માન સમારંભો યોજવા માટે અમારા ન્યુઝ એડિટર શ્રી કમલ રાવને ભારે શ્રમ કરવો પડે છે. એમની સાથે અમારા અમદાવાદ કાર્યાલયના ગ્રાફીક ડિઝાઇનરો અરવિંદ રાજપૂત, સંદીપ ભાવસાર, વિક્રમ નાયક, મુકેશ પટેલ તેમજ લંડન અોફિસના હરીશ ડાહ્યા અને અજયકુમારને પણ ખાસ્સો સમય ફાળવવો પડે છે. અા સન્માનપત્રો બનાવવા પાછળ અમારે માનો કે અાખું એક અઠવાડિયું ફાળવવું પડે છે પણ અમે એને અમારો "સેવાયજ્ઞ" જ સમજી સૌ હોંશભેર કામ કરીએ છીએ.

ગયા શનિવારે (૧૮ જુલાઇએ) માંચેસ્ટરના જૈન સમાજના સહયોગ સાથે અમે ૮૦થી વધુ ઉંમરના વડીલોનો સન્માન સમારોહ યોજ્યો હતો. શ્રી સી.બી, કમલ રાવ તેમજ હું (કોકિલા પટેલ) સવારે નવ વાગ્યે યુસ્ટનથી ટ્રેનમાં માંચેસ્ટર પહોંચ્યા હતા. અમારી સાથે વડીલોના સન્માનપત્રો મઢેલી ૪૦ જેટલી ફ્રેમો, બેનરો અને અમારા સાપ્તાહિકોની થોડીક કોપીઅો સાથેનો સામાન હતો પરંતુ માંચેસ્ટર જૈન સમાજના અાયોજકો સર્વશ્રી વિજયભાઇ પટેલ અને શ્રી નરેન્દ્રભાઇ વોરાએ સ્ટેશનમાં જ્યાં અમારો કોચ ઉભો રહ્યો ત્યાં પ્લેટફોર્મ ઉપર જ અાવીને અમને સહર્ષ અાવકાર્યા અને હાથમાંથી સામાન લઇ હળવા કર્યા.

માંચેસ્ટરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જૈન સમાજના અગ્રણીઅો અને ઉપસ્થિત સૌ વડીલો, એમના સગાં-સંબંધીઅો તેમજ વાંચકો, ચાહકોનો અાદરભાવ જોતાં સાંજે માંચેસ્ટરથી ટ્રેનમાં પાછા વળતાં ભૂતકાળ તરફ મન દોરાયું. ૧૯૮૩ના અોકટોબરમાં જયોત્સનાબેન શાહ થકી "ગુજરાત સમાચાર"માં હું ગુજરાતી ટાઇપસેટર તરીકે જોડાઇ ત્યારે શરૂઅાતમાં મને એક પગારદાર નોકરીની ભાવના હતી. અાજે ૩૨ વર્ષના ગાળા દરમિયાન અાપ સૌ વાંચકો, અાપણા સમાજોના અગ્રણીઅો, જાહેરાતદાતાઅો અને મારા સાથીઅોનો પ્રેમભાવ અને અાદર જોઇ સૌ પ્રત્યે મારો સહ્દય અાભાર અને લાગણી પ્રદર્શિત કરવાનું મન રોકી શકતી નથી.

મને લખવા, વાંચવાનો પહેલેથી જ શોખ. એમાં વિખ્યાત પત્રકાર શિલા ભટ્ટ અમારે ત્યાં "બ્રિટનના વ્યાપાર ધંધામાં ગુજરાતીઅો" વિશેષાંકનું પત્રકારત્વ કરવા અાવેલાં. એમના લેખો અને તંત્રીશ્રી સી.બી પટેલની પ્રેરણા-પ્રોત્સાહને મારામાં રહેલી પત્રકારત્વની શક્તિને જાગ્રત કરી. “દહેજનું દૂષણ" અને "સ્વાર્પણની મૂર્તિ:નારી" લેખોથી મારી કારકિર્દીનો ઉદય થયો. ૧૯૮૭માં હું "ગુજરાત સમાચાર"ની મેનેજીંગ એડિટર બની ત્યારે તંત્રીશ્રી સી.બી.એ મને "ગુજરાત સમાચાર"ના મૂળભૂત માળખામાં પરિવર્તન કરવાનો અાદેશ અાપ્યો. એ વખતે લગભગ ૧૫ જેટલી વિભાગીય કોલમ શરૂ કરી. એમાં શીલા ભટ્ટે ઘરના હિંચકે ઝુલતાં ઝુલતાં મગજ કસવાની કવાયત જેવી "હિંચકે બેઠાં" કોલમ ઉમેરી. ત્યારપછી ટાન્ઝાનિયાથી અાવેલા દિવંગત મુ. પોપટલાલ પંચાલ ઝરમરિયો થઇ "ઝરમર ઝરમર" કોલમમાં ખૂબ વરસ્યા. એ રીતે દિવંગત મુ. હીરાલાલ શાહ "બાલ વિભાગ" દ્વારા ડાયમંડકાકા નામે લોકપ્રિય થયા તો અાદરણીય ડો. જગદીશભાઇ દવેએ "લર્ન ગુજરાતી" દ્વારા ભલભલા અંગ્રેજોને પણ ગુજરાતી લખતા-બોલતા કરી દીધા. હાસ્યનો ભરપૂર ભંડાર જેમની પાસે છે એ ભાનુભાઇ પંડયાએ "ભાનુભાઇ એણી પેરે બોલ્યા" દ્વારા ઘેર ઘેર જઇને વાંચકોને હસાવ્યા.

'ગુજરાત સમાચાર"ની અા વિકાસયાત્રામાં અાપ સૌ વાંચકોનો ખૂબ પ્રેમ અને અાદરભાવભર્યો સહકાર અમને સાંપડ્યો છે. માંચેસ્ટરના કાર્યક્રમ દરમિયાન અમે પ્રશ્નોત્તરી રાખી હતી એમાં વર્ષોથી રસપૂર્વક વાંચનનો લાભ લેતા વાંચકોએ અમને એમના કેટલાક સૂચનો રજૂ કર્યા. અાપ સૌ વાંચકો જે રીતે સંતોષ વ્યક્ત કરો છો અથવા જે પ્રકારે તમે તમારી અપેક્ષા મુજબ સૌ અધિકારપૂર્વક સૂચનો કરો છો એ ખૂબ અાવકાર્ય છે. એટલું જ નહિ પણ છાપાઅોની પ્રગતિ-પ્રસાર માટે ખૂબ અગત્યની બાબત છે. સામાન્યપણે લઘુમતી છાપાઅો ભાગ્યે જ અાવું કરી શકે છે, જયારે "ગુજરાત સમાચારે" વિવિધ પ્રકારના કાર્યક્રમો દ્વારા વાંચક સાથે એક અલગ નાતો ઉભો કર્યો છે. અત્યારે એમ કહેવાય છે કે પ્રીન્ટ મિડિયા તકલીફમાં છે પણ અાપ સૌના સાથ-સહકારથી "ગુજરાત સમાચાર" અને Asian Voice” જોરમાં છે.

હાલમાં અમે લાઇફ મેમ્બરશીપ ધરાવતા વાંચકોને અપીલ કરી લવાજમ ભરવા વિનંતી કરતા પત્રો પાઠવ્યા છે ત્યારે મને એ વાતનો અાનંદ છે કે એકાદ-બે અપવાદ સિવાય તમામ લાઇફ મેમ્બરોએ બે-બે વર્ષનાં લવાજમ ભરવાની ઉદારતા દાખવી અમારી પ્રગતિના પૂરક બન્યા છે. કેટલાક ઉદારમના વડીલ ભાઇ-બહેનોએ તો અાટલા વર્ષો સુધી અા સાપ્તાહિકના સૂત્રધારોએ કરેલા "સેવાયજ્ઞ"ને બિરદાવ્યો છે. અા સૌ શુભેચ્છકોની ઉદારતાને સલામ!! અા સાપ્તાહિકો નફા-નાણાં માટે ચલાવતા નથી. હું સાક્ષી છું કે "ગુજરાત સમાચાર" એ એક ધંધાદારી વ્યવસાય નથી, એ સંપૂર્ણપણે લોકસેવાને વરેલું છે. અાપણા સમાજને અન્યાય થતો હોય, કોઇ મુંઝવતા પ્રશ્ન હોય ત્યારે અા સાપ્તાહિકો હંમેશા સમાજને પડખે ઉભા રહ્યાં છે. માંચેસ્ટરમાં પ્રશ્નોત્તરી દરમિયાન એક બહેને કહ્યું, “તમે જંતરમંતરની જાહેરાતો બંધ કરી વર્ષે £૫૦,૦૦૦ જતા કરો છો!! અા કેવી સખાવત!! લેભાગુઅો દ્વારા નિર્દોષ, મુસીબતમાં ઘેરાયેલા, વખાના માર્યા અમારા વાંચકોનું શોષણ થાય એના અમે નિમિત્ત બનવા માગતા નથી.

“ગુજરાત સમાચાર"ના એક સદસ્ય તરીકે નહિ પણ સૌ વાંચકો સાથે મારે ખૂબ અાત્મીયતા બંધાયેલી છે. એક અાત્મીય સ્વજનના નાતે અાપ સૌ વાંચકોને મારી નમ્ર વિનંતી છે કે અાપણે સૌ સાથે મળીને "કરીએ ગમતાનો ગુલાલ". અાજે કાર્યાલયમાં યુવાન વરિષ્ઠ પત્રકાર (એસોસિએટ એડિટર) રૂપાંજના દત્તા અંગ્રેજી અખબાર Asian Voice'નું સૂકાન સંભાળી રહી છે. અાજે અાપણી યુવાપેઢીમાં એ લોકપ્રિય બની રહ્યું છે. અત્રે જન્મેલી અાપણી યુવાપેઢીને અાપણી ભારતીય અસ્મિતા અને સંસ્કારવારસાનો પરિચય કરાવવો હોય તો અાપણા અા Asian Voice વિના બીજો કોઇ વિકલ્પ નથી. અાપ બેન્કીંગક્ષેત્રે અથવા કોર્પોરેટ કે અન્ય કોઇ વ્યાપારધંધા, વ્યવસાયમાં ફરજ બજાવતા હોય તો અા સાપ્તાહિકોમાં જાહેરાત અાપી અને અપાવી એનો પ્રચાર-પ્રસાર કરવા માર્ગદર્શક બની શકો છો.

માંચેસ્ટરમાં અમને શ્રીમતી જ્યોત્સનાબેન વિજયભાઇ પટેલ, રંજનબહેન મહેતા, વિષ્ણુ મોહન દાસ, જયોતિબેન મકીમ, દિવ્યા વ્યાસ ઇત્યાદિ વાંચકોએ પ્રશ્નોત્તરી દરમિયાન "સુડોકુ-હિંચકેબેઠાં"ના વિજેતાના નામ પ્રસિધ્ધ કરવા, ધારાવાહી ન

comments powered by Disqus

to the free, weekly Gujarat Samachar email newsletter