લંડનઃ યુકેમાં સંપત્તિની કિંમતના મામલે વેસ્ટ યોર્કશાયરનું બ્રેડફોર્ડ સૌથી સસ્તું જ્યારે લંડન સૌથી મોંઘુ શહેર છે. પ્રોપર્ટી વેબસાઇટ રાઇટમૂવ દ્વારા દેશના 60 મોટા શહેરોમાં મહત્તમ બે બેડરૂમ ધરાવતી સંપત્તિની કિંમતો અંગે સરવે કરાયો હતો. તેના જણાવ્યા અનુસાર પહેલીવાર સંપત્તિ ખરીદવા ઇચ્છતી વ્યક્તિ પાસે 10 ટકા ડાઉન પેમેન્ટ હોય તો તેને 25 કરતાં વધુ વર્ષ સુધી મોર્ગેજ ચૂકવવું પડે છે. બ્રેડફોર્ડમાં પહેલીવાર સંપત્તિ ખરીદવા ઇચ્છતી વ્યક્તિએ 1,04,643 પાઉન્ડ ખર્ચ કરવા પડે છે અને તેનું માસિક મોર્ગેજ બિલ 522 પાઉન્ડ રહે છે.
લંડન પછી હર્ટફોર્ડશાયરનું સેન્ટ આલ્બન્સ સંપત્તિના મામલે સૌથી મોંઘુ શહેર છે. અહીં સરેરાશ મોર્ગેજ બિલ 1958 પાઉન્ડની આસપાસ રહે છે. આ શહેર પરિવારોમાં લોકપ્રિય છે કારણ કે અહીંથી લંડનની ફાસ્ટ ટ્રેઇનની સીધી લિન્ક મળી રહે છે. લંડનમાં પહેલીવાર સંપત્તિ ખરીદનારનું માસિક મોર્ગેજ બિલ 2533 પાઉન્ડની આસપાસ રહે છે.
ગ્લાસગોમાં પહેલીવાર સંપત્તિ ખરીનાર વ્યક્તિ પ્રતિ માસ મોટી રકમની બચત કરી શકે છે. અહીં સરેરાશ મોર્ગેજ બિલ 215 પાઉન્ડ સુધી રહે છે. જે સરેરાશ ભાડાની રકમ કરતાં પણ ઓછું છે.
સંપત્તિના મામલે સૌથી મોંઘા શહેર
શહેર – સરેરાશ કિંમત
લંડન – 508879 પાઉન્ડ
સેન્ટ આલ્બન્સ – 393485 પાઉન્ડ
બાથ – 354636 પાઉન્ડ
કેમ્બ્રિજ – 354181 પાઉન્ડ
ઓક્સફર્ડ – 351943 પાઉન્ડ
સંપત્તિના મામલે સૌથી સસ્તા શહેર
શહેર – સરેરાશ કિંમત
બ્રેડફોર્ડ – 104643 પાઉન્ડ
કાર્લાઇલ- 104784 પાઉન્ડ
આબેરદીન – 106088 પાઉન્ડ
હલ – 106939 પાઉન્ડ
ડંડી – 111415 પાઉન્ડ
છેલ્લા એક વર્ષમાં મકાનોની કિંમતમાં 3.4 ટકાનો ઘટાડો
લંડનઃ યુકેમાં છેલ્લા એક વર્ષમાં મકાનોની કિંમતમાં છેલ્લા 14 વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. મે મહિનામાં પૂરા થયેલા છેલ્લા એક વર્ષમાં દેશમાં મકાનોની કિંમતમાં 3.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે જુલાઇ 2009 પછીનો સૌથી મોટો ઘટાડો છે. ચેતવણી આપવામાં આવી છે કે મોર્ગેજ વ્યાજદરમાં વધારો હાઉસિંગ માર્કેટ માટે વધુ નુકસાનકારક સાબિત થશે. મે મહિનામાં સંપત્તિની કિંમતમાં 0.1 ટકાનો ઘટાડો થયો છે. હાલ દેશમાં સંપત્તિની સરેરાશ કિંમત 260,736 પાઉન્ડ આંકવામાં આવી છે.


