સંભવિત વડાપ્રધાન બર્નહામે 10 વર્ષીય વિઝન રજૂ કર્યું

Tuesday 30th June 2026 11:37 EDT
 
 

લંડનઃ સર કેર સ્ટાર્મરના રાજીનામા બાદ લેબર પાર્ટીનું નેતૃત્વ કરવાની દિશામાં આગળ વધી રહેલા એન્ડી બર્નહામે તેમની સરકારનો સંભવિત એજન્ડા રજૂ કરી દીધો છે. બર્નહામે કેન્દ્રીય સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા, પ્રાદેશિક રોકાણો વધારવા અને દરેક ક્ષેત્રમાં સમાન વિકાસ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત એક મહત્વાકાંક્ષી બ્લુપ્રિન્ટ રજૂ કરી છે. બર્નહામના સૌથી આકર્ષક પ્રસ્તાવોમાં માન્ચેસ્ટરમાં "નંબર 10 નોર્થ"ની સ્થાપનાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તેમણે મેયરોને વધુ સત્તા આપવા, પુનઃઔદ્યોગિકીકરણ, હાઉસિંગ ક્ષેત્રનો વિસ્તાર, પરિવહન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાના પ્રસ્તાવો પણ રજૂ કર્યાં છે. જોકે, હાલ લેબર પાર્ટીમાં નેતાની પસંદગીની પ્રક્રિયા શરૂ થઇ નથી. બર્નહામ બિનહરીફ ચૂંટાઇ આવે છે કે અન્ય પડકારનો સામનો કરવો પડશે તે તો આવનારો સમય જ બતાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter