સંરક્ષણ સંબંધો મજબૂત બનાવવા ભારત અને યુકે વચ્ચે મંત્રણા

બંને દેશ સંયુક્ત લશ્કરી કવાયત, મેરીટાઇમ ડોમેઇન અવેરનેસ માટે સહમત

Tuesday 28th November 2023 10:52 EST
 
 

લંડનઃ સંરક્ષણ સંબંધો મજબૂત બનાવવા માટે ભારત અને યુકે વચ્ચે નવી દિલ્હીમાં મંત્રણા યોજાઇ હતી. બંને દેશ સંયુક્ત લશ્કરી કવાયત, મેરીટાઇમ ડોમેઇન અવેરનેસ અને માહિતીના આદાન પ્રદાન દ્વારા સંરક્ષણ સહકાર કરવા સહમત થયાં હતાં. તે ઉપરાંત બંને દેશ મિસાઇલ સિસ્ટમ અને ઇલેક્ટ્રિક પ્રોપલ્સનમાં સંરક્ષણ ઉદ્યોગ સહકાર માટે પણ સહમત થયાં હતાં.

ભારતના સંરક્ષણ સચિવ ગિરિધર અરામણે અને યુકેના સંરક્ષણ સચિવ ડેવિડ વિલિયમ્સના નેતૃત્વમાં બંને દેશના પ્રતિનિધિમંડળોની ગ્રુપ મિટિંગમાં હિન્દ મહાસાગરમાં સંભવિત સહકાર અને પ્રાદેશિક સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી. બંને દેશ મેરીટાઇમ ડોમેઇનમાં સંયુક્ત પ્રવૃત્તિ માટે વધુ મંત્રણા માટે યોજના બનાવી રહ્યાં છે.

ભારત સાથેના સંરક્ષણ સહકારને મજબૂત બનાવવાના સંકેત રૂપે રોયલ નેવીના વોરશિપ એચએમએસ સ્પેએ આંદામાન નિકોબારમાં પોર્ટ બ્લેરની મુલાકાત લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter