સંસ્કૃતિઓ વચ્ચેના યુદ્ધના યુગનો અંતઃ લિસા નંદી

મારું મંત્રાલય ધ્રુવીકરણ અને વિભાજન સામે લડત આપશેઃ ક્લચર સેક્રેટરી

Tuesday 16th July 2024 11:47 EDT
 
 

લંડનઃ નવી ચૂંટાયેલી લેબર સરકારમાં ભારતીય મૂળના એકમાત્ર મિનિસ્ટર એવા કલ્ચર સેક્રેટરી લિસા નંદીએ તેમના સૌપ્રથમ સંબોધનમાં જણાવ્યું હતું કે, સંસ્કૃતિના યુદ્ધોનો યુગ સમાપ્ત થઇ ગયો છે. યુકેના વધુ હકારાત્મક અને ઓછા વિભાજિત વિઝનનું પ્રતિબિંબ પાડતા પ્રયાસો મારા મંત્રાલયના કેન્દ્રમાં રહેશે.

ડિપાર્ટમેન્ટ ફોર કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સના કર્મચારીઓને સંબોધન કરતાં લિસા નંદીએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી ઘણા લોકો માટે આપણે એક દેશ તરીકે આપણા પોતાના અંગે પોતાને જ જે કહેતાં આવ્યાં છે તેમાં તેમનું, તેમના સમુદાયોનું અથવા જીવનોનું પ્રતિબિંબ દેખાતું નથી.

નંદીએ જણાવ્યું હતું કે, આ બધા કારણોના લીધે ધ્રુવીકરણ અને વિભાજન વધે છે. તાજેતરના વર્ષોમાં આપણે એકબીજાથી વિભાજિત થવા માટે ઘણા માર્ગો શોધી કાઢ્યાં છે. આપણે યુકેના દરેક હિસ્સામાં જનતાના મૂલ્યો ધરાવતા આત્મવિશ્વાસથી સભર દેશની લાગણી ગુમાવી બેઠાં છીએ.  સ્થિતિ બદલી નાખવાનું કામ જ મારા મંત્રાલયનું મિશન રહેશે. સંસ્કૃતિઓના યુદ્ધનો  યુગ હવે સમાપ્ત થઇ ચૂક્યો છે.

નંદીએ જણાવ્યું હતું કે, સરકારો નહીં પરંતુ જનતા દેશનું નિર્માણ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter