• લેસ્ટર ફ્રેન્ડ્ઝ ઓફ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા શનિવાર તા.૪-૧૧-૧૭ સાંજે ૬.૩૦થી રાત્રે ૯ દરમિયાન શૌનક રીષી દાસ અને ટોમ વિલ્સન દ્વારા 'ભગવદગીતા' અને 'ન્યૂ ટેસ્ટામેન્ટ' ના વાંચનનું જલારામ સેન્ટર, નારબરો રોડ, લેસ્ટર LE3 0LF ખાતે આયોજન કરાયું છે.
• ચિન્મય મિશન,યુકે દ્વારા 'રામાયણ' નાટકના શોનું આયોજન કરાયું છે • શનિવાર તા.૪-૧૧-૧૭ બપોરે ૩.૩૦થી ૬.૩૦ પીપુલ સેન્ટર, ઓર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટર LE4 6DP સંપર્ક. 01162 616 000 • શુક્રવાર તા. ૧૦-૧૧-૧૭ સાંજે ૭થી રાત્રે ૧૦, લોગાન હોલ, યુનિવર્સિટી કોલેજ લંડન, બેડફર્ડ વે, લંડન WC1H 0AL સંપર્ક. 020 3108 1000
• શ્રી ભારતીય મંડળ-અંબાજી મંદિર, યુનિયન રોડ, એશ્ટન યુ લેઈન OL6 8JN દ્વારા તુલસી વિવાહનું આયોજન કરાયું છે • શુક્રવાર તા.૩-૧૧-૧૭ સવારે ૧૦ ગણેશ સ્થાપન અને ગ્રહશાંતિ, સાંજે ૬ સાંજીના ગીત • શનિવાર તા.૪-૧૧-૧૭ બપોરે ૨ તુલસી વિવાહ બાદમાં મહાપ્રસાદ સંપર્ક. કાન્તિભાઈ સી મિસ્ત્રી 01613 302 085
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે શનિવાર તા.૪-૧૧-૧૭ સવારે ૧૧થી તુલસી વિવાહનું આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૫-૧૧-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• સરે ગુજરાતી હિંદુ સોસાયટી દ્વારા દિવાળી સ્નેહ મિલનનું શનિવાર તા.૧૧-૧૧-૧૭ સાંજે ૭ થી આર્કબિશપ લેન્ફ્રાન્ક સ્કૂલ, મીચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. ઘનશ્યામ પટેલ 020 8773 1828
• નહેરુ સેન્ટર, યુકે ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો • શુક્રવાર તા.૩-૧૧-૧૭ સાંજે ૬.૩૦ ચિત્તલ શાહ દ્વારા ભારતીય લોકનૃત્યો • મંગળવાર તા.૭-૧૧-૧૭ સાંજે ૬.૩૦ શોભા જોશી દ્વારા ખયાલ ગાયન • બુધવાર તા.૮-૧૧-૧૭ સાંજે ૬.૩૦ કેરળ – અદભૂત વીરાસત અને સાંસ્કૃતિક પ્રવાસ – પેનલ ડિસ્કશન • ગુરુવાર તા.૯-૧૧-૧૭ બુક ડિસ્કશન – ધ પેગોડા ટ્રી - સંપર્ક. 020 7491 3567
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતેના કાર્યક્રમો • સોમવાર તા.૬-૧૧-૧૭ થી ગુરુવાર તા.૯-૧૧-૧૭ સાંજે ૬.૩૦ - પદ્મા સુબ્રમણ્યમ દ્વારા ભરતનાટ્યમ વર્કશોપ - કન્નન બાલકૃષ્ણન દ્વારા વીણા વર્કશોપ • શનિવાર તા.૧૧-૧૧-૧૭ સાંજે ૬.૩૦ કન્નમ બાલકૃષ્ણનનો વીણા કોન્સર્ટ • રવિવાર તા.૧૨-૧૧-૧૭ સાંજે ૬ વાગે પદ્મા સુબ્રમણ્યમ અને મહતી કન્નન દ્વારા ભરતનાટ્યમ નૃત્ય. સંપર્ક. 020 7381 3086
• જાસ્પર સેન્ટર રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતેના કાર્યક્રમો • દર ગુરુવારે સાંજે ૬.૩૦ થી ૮.૩૦ જલારામ બાપાના ભજન અને પ્રસાદ • દર શનિવારે બપોરે ૧ થી ૩ હનુમાન ચાલીસાના પાઠ થાય છે. સંપર્ક. 020 8861 1207
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW દરરોજ સવારે ૭.૩૦થી સાંજે ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત મંગળા, રાજભોગ, ઉથાપન, ભોગ શયન દર્શન થશે. હવેલીમાં મંગળભોગ, પાલના ભોગ, રાજભોગ, શાકઘર- પ્રિયાજી પાલના, ગૌમાતાજી થુલી સેવાના મનોરથોનો લાભ મળશે. વૈષ્ણવો માટે અન્ય તમામ પ્રસંગોનું આયોજન કરી શકાશે. સંપર્કઃ 07958 275 222
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP , રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે દૈનિક ભજનઃ બપોરના ૧૨થી ૧ અને સાંજના ૬થી ૭ સુધી, દર ગુરુવારે ભજન-પ્રસાદ સાંજે ૬.૩૦થી ૯.૩૦ અને દર શનિવારે
હનુમાન ચાલીસા-પ્રસાદ સવારે ૧૦.૩૦થી બપોરે ૧ સુધી થશે. દરરોજ બપોરે ૧થી ૨ સુધી સદાવ્રત નો લાભ મળશે. સંપર્ક. 020 8902 8885
• ગાડા પાટીદાર સમાજ (યુરોપ)નું વાર્ષિક દિવાળી સ્નેહસંમેલન તા.૪ નવેમ્બર, શનિવારે સાંજે ૫.૦૦થી રાતના ૧૧ દરમિયાન સતાવીશ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી ખાતે યોજાયું છે. ગાડા ગામના ભાઇ-બહેનો તેમજ ગામની બહેન-દીકરીઓને પણ આ સંમેલનમાં પધારવા નિમંત્રણ. સંપર્ક બીપીનભાઇ 0208 922 6242.
• આણંદ ઓવરસીઝ બ્રધરહૂડનું વાર્ષિક સ્નેહસંમેલન અને દિપાવલી મિલન સમારોહ તા. ૧૧ નવેમ્બર શનિવારે સાંજે ૬.૦૦થી રાતના ૧૧ સુધી સતાવીશ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી HA9 9PEખાતે યોજાયું છે. ગામના સૌ ભાઇ-બહેનો તેમજ ગામની બહેન-દીકરીઓને ખાસ પધારવા નિમંત્રણ. સ્વાદિષ્ટ ભોજન સાથે ઠંડા પીણા અને સંગીતમય મનોરંજન માણવા મળશે. વધુ વિગત માટે સંપર્ક યોગેશભાઇ 07908 148490
અવસાન નોંધ
કરમસદના મૂળ વતની સ્વ. કાન્તિભાઈ પુરુષોત્તમદાસ પટેલના ધર્મપત્ની હાલ હર્નહીલ સ્થિત શ્રીમતી ઈન્દુબેન કાન્તિભાઈ પટેલનું તા.૨૬-૧૦-૧૭ ગુરુવારે દુઃખદ અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા શુક્રવાર તા.૩-૧૧-૧૭ બપોરે ૧ વાગે South London Crematorium, Rowan Road, Streatham, London SW16 5JG ખાતે રાખવામાં આવી છે. પરમકૃપાળુ પરમાત્મા સદગત આત્માને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના. સંપર્ક. ભાવનાબહેન 07882 011 603

