સગીર દીકરી પાસે દેહવિક્રય કરાવનાર માતાને પાંચ વર્ષની કેદ

Tuesday 17th December 2024 10:17 EST
 

લંડનઃ પોતાની 15 વર્ષની દીકરીના શારીરિક શોષણ માટે એક નરાધમને વેચી દેનારી માતાને પાંચ વર્ષ અને તેની દીકરીને ખરીદનાર નરાધમને 12 વર્ષ કેદની સજા કરાઇ હતી. કિશોરીની ઓળખ છૂપાવવા માટે માતાનું નામ જાહેર કરાયું નથી પરંતુ તેણે ફિરદૌસ એહમદને નવેમ્બર 2023થી માર્ચ 2024 વચ્ચે સંખ્યાબંધવાર પોતાની દીકરીને વેચી હતી અને તેની પાસે દેહવિક્રય કરાવ્યો હતો. બ્રિક્સટનના 38 વર્ષીય એહમદ અને ટાવર હેલ્મેટ્સની મહિલાને સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટ દ્વારા 30 સપ્ટેમ્બરના રોજ દોષી ઠેરવાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter