સગીરા પર બળાત્કાર માટે બર્મિંગહામના અબ્દુલ કહારને 15 વર્ષ 3 મહિનાની કેદ

Tuesday 17th February 2026 10:49 EST
 

લંડનઃ  સ્નેપચેટથી સંપર્કમાં આવેલી 15 વર્ષીય સગીરા પર બળાત્કાર માટે બર્મિંગહામના 41 વર્ષીય અબ્દુલ કહારને 15 વર્ષ અને 3 મહિના કેદની સજા ફટકારવામાં આવી છે. અબ્દુલ સ્નેપ ચેટ પર 17 વર્ષનો યુવક બનીને વાત કરી રહ્યો હતો. એક વખત તેમણે મળવાનું નક્કી કર્યું અને મુલાકાત દરમિયાન પોતાના વાહનમાં અબ્દુલે સગીરાને આલ્કોહોલ આપ્યો હતો અને ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાએ પિઝા ઓર્ડર કરવાના બહાને પોલીસને કોલ કર્યો હતો અને અબ્દુલ ઝડપાઇ ગયો હતો.

બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં 9 ફેબ્રઆરીના રોજ અબ્દુલે તેના પર મૂકાયેલા આરોપની કબૂલાત કરતાં તેને 15 વર્ષ 3 મહિનાની કેદ ફટકારવામાં આવી હતી. જજે અબ્દુલને જણાવ્યું હતું કે, તું એક વાસના ભૂખ્યો માણસ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter