લંડનઃ 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મના આરોપસર ટેક્સી ડ્રાઇવર 52 વર્ષીય વાહિદ રિયાઝને પાંચ વર્ષની કેદ ફટકારવામાં આવી છે. 23 જુલાઇ 2023ના રોજ વાહિદે બર્નલીમાં મધરાત બાદ આ સગીરાને તેની ટેક્સીમાં બેસાડી હતી અને સગીરાના ઘર નજીકની સ્ટ્રીટમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તે સગીરાને તેના ઘર પાસે ઉતારીને ચાલ્યો ગયો હતો પરંતુ સગીરાએ ટેક્સી ડ્રાઇવર સાથેની તમામ વાતચીત રેકોર્ડ કરી રાખી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન સગીરાએ જણાવ્યું હતું કે, આ ઘટનાથી મારી માનસિક સ્થિતિ પર ગંભીર અસર થઇ હતી. પ્રિસ્ટન ક્રાઉન કોર્ટે રિયાઝની દલીલો ફગાવી દેતાં પાંચ


