લંડનઃ 1989થી 1992 વચ્ચે 10 વર્ષીય સગીરાનું શારીરિક શોષણ કરનાર યુસુફ કાયતને લીડ્સ ક્રાઉન કોર્ટ દ્વારા ફેબ્રઆરીમાં 20 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. કાયત શરૂઆતમાં સગીરાને લલચાવી, ફોસલાવીને પોતાના વાહનમાં ફેરવતો, તેને આલ્કોહોલ અને સિગારેટ પૂરી પાડતો. ત્યારબાદ આ સિલસિલો શારીરિક સંબંધો સુધી પહોંચ્યો હતો પછી તો તેણે અન્ય પુરુષોને પણ આ સગીરાને સોંપી દીધી હતી. કાયતને કરાયેલી સજા ઘણી ઓછી હોવાનું જણાતા સોલિસિટર જનરલે હસ્તક્ષેપ કર્યો હતો અને કોર્ટ ઓફ અપીલ દ્વારા કાયતની સજા વધારીને 24 વર્ષ કરાઇ હતી. સોલિસિટર જનરલ લ્યુસી રિગ્બી કેસીએ જણાવ્યું હતું કે, યુસુફ કાયતના અપરાધ જધન્ય છે. તેણે ગણતરીપુર્વક સગીરાને ફસાવી હતી અને વર્ષો સુધી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો. કાયતની સજા વધારવાના અદાલતના નિર્ણયને હું આવકારું છું.


