લંડનઃ શાળાની વિદ્યાર્થિનીનું શારીરિક શોષણ કરી તેના ગંદા વીડિયો બનાવનાર હરપ્રીત ખસરિયાને 17 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. 36 વર્ષીય પોતાની હવસ માટે આ સગીરાને નિશાન બનાવી રહ્યો હતો. વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટની સુનાવણીમાં જણાવવામાં આવ્યું હતું કે, એક પીડિતાએ ડિસેમ્બર 2023માં આ અંગે પોલીસને જાણ કરી હતી. ખસરિયાના ફોનમાંથી પોલીસને અન્ય એક સગીરાના પણ ગંદા વીડિયો મળી આવ્યા હતા. તેના દ્વારા ઇન્ટરનેટ પર કરાતા સર્ચથી પૂરવાર થયું હતું કે તે બાળકોને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતો હતો. ખસરિયા યુકેમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યો હતો. વાલસાલમાં રહેતા ખસરિયાએ તેના પર મૂકાયેલા 15 આરોપની કબૂલાત કરી હતી. જજ ચેમ્બર્સે તેને 17 વર્ષની સજા કરી હતી. ખસરિયાએ ઓછામાં ઓછા 13 વર્ષ જેલમાં વીતાવવા પડશે જ્યારે 4 વર્ષનો એક્સટેન્ડેડ લાયસન્સ પીરિયડ રહેશે.