લંડનઃ 12 વર્ષીય કિશોરીનો શારીરિક લાભ ઉઠાવવાનો પ્રયાસ કરનાર થન્ગાવેલુ રાધાક્રિશ્નને બે વર્ષની સસ્પેન્ડેડ કેદની સજા ફટકારવામાં આવી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ સગીરાને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. સટ્ટોન કોલ્ડફિલ્ડમાં રહેતો ઇજનેર એવો રાધાક્રિશ્નન વર્ષ 2022માં જ ભારતથી યુકે આવ્યો હતો. તેણે સગીરાને અશ્લિલ મેસેજ અને વીડિયો મોકલ્યા હતા પરંતુ તે જાણતો નહોતો કે તે એક અંડરકવર એજન્ટ સાથે વાત કરી રહ્યો હતો. બર્મિંગહામ ક્રાઉન કોર્ટે તેને બે વર્ષની સસ્પેન્ડેડ કેદની સજા ફટકારી હતી.

