લંડનઃ એક કિશોરીને વર્ષો સુધી પોતાની વાસનાનો શિકાર બનાવનાર કિંગ્સ હીથના સપ્તર્ષિ મિત્રાએ તેના પર મૂકાયેલા 13 આરોપની કબૂલાત કરી લીધી છે. 42 વર્ષીય મિત્રાએ આ સગીરા પર બે વાર બળાત્કાર પણ કર્યો હતો. પીડિતાએ સાહસ દર્શાવી મિત્રાની કરતૂતો ઉઘાડી પાડતાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે મિત્રાની ધરપકડ કરી તેની મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો જેમાંથી સગીરાની અશ્લિલ તસવીરો મળી આવી હતી. મિત્રા પર બે વાર બળાત્કાર સહિતના 13 સેક્સ આરોપ મૂકાયા હતા. તેણે બર્મિંગહામ કોર્ટમાં તમામ અપરાધ કબૂલી લીધા હતા.
હવે સપ્ટેમ્બરમાં તેને સજાની સુનાવણી કરાશે. તેને લાંબો સમય જેલમાં ધકેલી દેવાય તેવી સંભાવના છે.


